શુક્રવારે માત્ર ૯૯ રૂપિયામાં જુઓ કોઈ પણ ફિલ્મ

19 September, 2024 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MAIએ ૨૦ સપ્ટેમ્બરના શુક્રવારે નૅશનલ સિનેમા ડે ઊજવવાની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર

ધ મલ્ટિપ્લેક્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (MAI)એ આ વર્ષે ૨૦ સપ્ટેમ્બરના શુક્રવારે નૅશનલ સિનેમા ડે ઊજવવાની જાહેરાત કરી છે. આ દિવસે ફિલ્મરસિકો માત્ર ૯૯ રૂપિયામાં ફિલ્મ જોઈ શકશે. આ ઉજવણીમાં પીવીઆર આઇનૉક્સ, સિનેપૉલિસ, મિરાજ, મૂવી ટાઇમ જેવી મલ્ટિપ્લેક્સ ચેઇન જોડાઈ છે અને દેશભરની ૪૦૦૦ કરતાં વધુ સ્ક્રીનમાં ૯૯ રૂપિયામાં ફિલ્મ જોઈ શકાશે. નૅશનલ સિનેમા ડેનું આ ત્રીજું વર્ષ છે.

pvr cinemas theatre news entertainment news bollywood news bollywood box office latest films