News In Short: દીકરી સાથે અષ્ટમી સેલિબ્રેટ કરી અનુષ્કાએ

14 October, 2021 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તું મને દરરોજ વધુ હિમ્મતવાન અને બહાદુર બનાવી રહી છે. મારી દીકરી વામિકા, તારી અંદર હંમેશાં દેવીની શક્તિ રહે એવી શુભેચ્છા. હૅપી અષ્ટમી.’

દીકરી સાથે અષ્ટમી સેલિબ્રેટ કરી અનુષ્કાએ

અનુષ્કા શર્માએ તેની દીકરી વામિકા સાથે અષ્ટમી સેલિબ્રેટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે દીકરી સાથેનો ફોટો શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘તું મને દરરોજ વધુ હિમ્મતવાન અને બહાદુર બનાવી રહી છે. મારી દીકરી વામિકા, તારી અંદર હંમેશાં દેવીની શક્તિ રહે એવી શુભેચ્છા. હૅપી અષ્ટમી.’

ઓરિજિનલ પર હશે ફોકસ

પોતાના પ્રોડક્શન હેઠળ આવી સ્ટોરીઝ દેખાડવા માગે છે રિચા અને અલી

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના પ્રોડક્શન હાઉસ ‘પુશિંગ બટન્સ’ હેઠળ ક્લટર બ્રેકિંગ સ્ટોરીઝ દેખાડવા માગે છે. તેમણે થોડા સમય પહેલાં જ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. કેવા પ્રકારની સ્ટોરીઝ લોકોને દેખાડવા માગે છે એ વિશે રિચાએ કહ્યું હતું કે ‘વાસ્તવિક, ઓરિજિનલ અને પ્રામાણિક સ્ટોરીઝ કે જે લાંબા સમય સુધી ટકી રહે. અમારા પ્રોજેક્ટમાં અમે કોઈ કચાશ ન રહી જાય એવો પ્રયાસ કરીશું. અમારો ઉદ્દેશ એ જ રહેશે કે અમે એવી સ્ટોરીઝ લઈને આવીએ જે યુનિવર્સલ અને અનોખી હોય. અમારા પ્રોજેક્ટ્સ દ્વારા અમે કદી ન સાંભળી હોય એવી સ્ટોરીઝ અને હટકે કન્ટેન્ટ દેખાડીએ.’
અલીએ કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે અમે ન માત્ર ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સમાં કામ કરીએ છીએ પરંતુ અમે ગ્રાઉન્ડ બ્રેકિંગ અને વિચારતા કરી દે એવા સિનેમામાં કામ કરીએ. અમે દર્શકોને એવી સ્ટોરીઝ દેખાડવા માગીએ છીએ જે અગત્યની હોય અને સાથે જ એ સુસંગત હોય. અમને આશા છે કે અમારા બૅનર હેઠળ બનાવવામાં આવેલી ફિલ્મો લોકો એન્જૉય કરશે.’

ફિલ્મમેકર્સ પાસે સામેથી રોલ માગવા પડે એ વાતથી અજાણ હતી નીના ગુપ્તા

નીના ગુપ્તાને એ વાતની માહિતી નહોતી કે ફિલ્મોમાં રોલ મેળવવા માટે ફિલ્મમેકર્સને સામેથી કૉલ્સ કરવાના હોય છે. આ જ કારણ છે કે તેણે અનેક રોલ્સ ગુમાવ્યા હતા. આ વાતનો ખુલાસો તેણે તેની બુકમાં કર્યો છે. સાથે જ તેને શેખર કપૂરની ફિલ્મમાં કામ કરવાની તક ગુમાવવાનો પણ વસવસો છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં નીનાએ કહ્યું હતું કે ‘અન્ય ઇન્ડસ્ટ્રીની જેમ જ તમે કોઈ બિઝનેસમાં ત્યાં સુધી ઊતરી ન શકો જ્યાં સુધી તમને એના નીતિનિયમોની જાણ ન હોય. મેં શેખર કપૂરને કૉલ નહોતો કર્યો, કારણ કે મને એવું લાગ્યું કે તે જાતે મને કૉલ બૅક કરશે. જો એ વખતે મને કોઈ સલાહ આપવાવાળું હોત તો મેં એ તક ન ગુમાવી હોત. બાદમાં મને કહેવામાં આવ્યું કે તમારે લોકોના નામનું લિસ્ટ બનાવવાનું અને દિવસમાં ઓછામાં ઓછા ૧૦ લોકોને કૉલ કરવાના હોય છે. ત્યાં સુધી કૉલ કરતા રહેવાનું જ્યાં સુધી કોઈ જવાબ ન મળે. શરૂઆતમાં મને આની ખબર નહોતી.’

કન્ટેન્ટના નામે આજે છળકપટ કરવામાં આવે છે : નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે કન્ટેન્ટના નામે ફિલ્મોમાં કપટ કરવામાં આવે છે. તેણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ડિજિટલ પ્લૅટફૉર્મના આવવાથી ફિલ્મોને અલગ-અલગ કૅટેગરી જેવી કે મેઇનસ્ટ્રીમ, પૅરેલેલ, કમર્શિયલ અને કન્ટેન્ટ ડ્રિવનમાં વિભાજિત કરવામાં આવી છે. ફિલ્મોની અલગ-અલગ વ્યાખ્યા કરતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘એવું જરૂરી નથી કે કમર્શિયલ ફિલ્મોમાં કન્ટેન્ટ નથી હોતી. એવું પણ જરૂરી નથી કે કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મો અને બનાવટી કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મો વિચિત્ર હોય છે. કન્ટેન્ટના નામે આપણે ખૂબ છળકપટ કરીએ છીએ. આપણે બળજબરીપૂર્વક એમાં ફૉર્મ્યુલા ઘુસાડીએ છીએ. ખરું કહું તો મને એ ફૉર્મ્યુલાથી વાંધો છે. એવી અનેક કમર્શિયલ ફિલ્મો છે જેવી કે ‘બજરંગી ભાઈજાન’ અને ‘ચક દે ઇન્ડિયા’ એ કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મો છે. એથી જો આપણે કન્ટેન્ટના નામે ફૉર્મ્યુલા ફિલ્મો બનાવીએ તો એ ખોટું છે. આપણે એકની એક વસ્તુને જેવી કે હાલમાં બનાવવામાં આવે છે એવી રીતે ફૅમિલી, દાદી, મા, બહેન અને લગ્ન દેખાડીએ છીએ. એ એક ફૉર્મ્યુલા બની ગઈ છે. લોકોને એ સરળ લાગે છે અને ભૂતકાળમાં એ ચાલી ગયું હતું. એથી એવી ફિલ્મો બનાવવામાં આવે છે. મને એ બાબતથી વાંધો છે. કમર્શિયલ એટલે કે એ લોકોને ગમે છે. એ સારી વસ્તુ છે. તકલીફ ત્યારે આવે છે જ્યારે તમે એમાં પૉર્મ્યુલા ઘુસાડો છો અને એનું પુનરાવર્તન કરતા રહો છો અને તમને એ વાતની પણ માહિતી છે કે લોકો એ જુએ પણ છે.’

મૈં કિસી સે કમ નહીં

રશ્મિના પાત્ર માટે મસલ્સ બનાવવા પણ આકરી ટ્રેઇનિંગ લીધી હતી તાપસીએ

તાપસી પન્નુએ ‘રશ્મિ રૉકેટ’ના રોલની તૈયારી માટે વિવિધ ભારતીય અને વિદેશી ઍથ્લીટ્સના ફોટો અને વિડિયોઝ જોયા હતા. આ ફિલ્મ ZEE5 પર ૧૫ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સુપ્રિયા પાઠક, અભિષેક બૅનરજી, પ્રિયાંશુ પેન્યુલી અને સુપ્રિયા પિળગાંવકર પણ જોવા મળશે. પોતાની તૈયારી વિશે તાપસીએ કહ્યું હતું કે ‘હા, મેં ‘રશ્મિ રૉકેટ’ માટે સ્ક્રિપ્ટ સિવાય પણ ઘણુંબધું રિસર્ચ કર્યું હતું. ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઍથ્લીટ્સની બૉડી-લેન્ગ્વેજ, પહેલાં, બાદમાં અને દોડતી વખતના તેમના શરીરનો પ્રકાર જાણવા માટે મેં તેમના કેટલાક ફોટો અને વિડિયોઝ જોયા હતા. મારે તેમની બૉડી ટાઇપ્સ જોવા માટે ખાસ કરીને જે મારા શરીર જેવો બાંધો અને હાઇટ ધરાવે છે તેમનો રેફરન્સ લેવાનો હતો. મેં કદી પણ મારા શરીરને આવા આકારમાં જોયું નહોતું. એથી તમે પણ ચોંકી જશો જ્યારે તમે તેમના જેવા મસલ્સ મેળવવા માટે પ્રયાસ કરો છો, કારણ કે તમે પણ જોવા માગો છો કે તમારા પર તેમનો લુક કેવો દેખાય છે. મને જરા પણ ખ્યાલ નથી કે મને જોઈને તેઓ શું વિચારશે, મેં જે રેફરન્સ લીધો છે એના જેવી હું દેખાઈશ કે નહીં. એથી મેં જે ટ્રેઇનિંગ લીધી છે એના પર વિશ્વાસ છે. મને એ વાતની ખુશી છે કે હું વાસ્તવિક દેખાઉં છું.’

ફ્રીડાનો બેબી શાવર

ફ્રીડા પિન્ટો પોતાના બેબી શાવરમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. તે અને તેનો ફિયાન્સ કૉરી ટ્રાન પહેલા બાળકનું સ્વાગત કરવાનાં છે. ફ્રીડાએ બેબી શાવરમાં વાઇટ ડ્રેસ પહેર્યો હતો. આ ઇવેન્ટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફ્રીડાએ કૅપ્શન આપી હતી કે ‘આ સ્વીટ બેબી શાવરની યાદ આવી રહી છે. મારી બહેનોની ટોળકીએ એને ખાસ બનાવ્યો એ માટે આભાર. પ્રીતિ દેસાઈએ એની વ્યવસ્થા કરી. આખા કાર્યક્રમને સુંદર બનાવ્યો. હું ખૂબ નસીબદાર અને ખુશ છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news anushka sharma neena gupta nawazuddin siddiqui richa chadha richa chadda