News in Short: અપારશક્તિ ખુરાનાએ લૉકડાઉનને કારણે ફૅમિલી એક્સપાન્ડ કર્યું

05 June, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્નીના બેબી બમ્પ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અપારશક્તિ ખુરાનાએ કૅપ્શન આપી હતી કે ‘લૉકડાઉનમાં કામ તો એક્સપાન્ડ નથી કરી શક્યો તો અમને લાગ્યું કે ફૅમિલી જ એક્સપાન્ડ કરી લઈએ.’

અપારશક્તિ ખુરાનાએ લૉકડાઉનને કારણે ફૅમિલી એક્સપાન્ડ કર્યું

અપારશક્તિ ખુરાનાએ લૉકડાઉનને કારણે કામની જગ્યાએ તેનું ફૅમિલીને એક્સપાન્ડ કર્યું છે. તેની વાઇફ આકૃતિ પ્રેગ્નન્ટ છે. આ તેમનું પહેલું બાળક છે. તેમણે ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં ચંડીગઢમાં લગ્ન કર્યાં હતાં. તેની પત્નીના બેબી બમ્પ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અપારશક્તિ ખુરાનાએ કૅપ્શન આપી હતી કે ‘લૉકડાઉનમાં કામ તો એક્સપાન્ડ નથી કરી શક્યો તો અમને લાગ્યું કે ફૅમિલી જ એક્સપાન્ડ કરી લઈએ.’

કાજલ અગરવાલે સાઇન કરી ‘ઉમા’ને

કાજલ અગરાવાલે હાલમાં જ ‘મા’ નામની ફિલ્મને સાઇન કરી છે. આ ફિલ્મને તથાગત સિંઘા ડિરેક્ટ અને અવિશેક ઘોષ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મને જૂન બાદ સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યુલમાં શૂટ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં કાજલે કહ્યું હતું કે ‘આપણી આસપાસની પરિસ્થિતિમાં થોડો સુધારો થાય કે હું એનું શૂટિંગ શરૂ કરીશ. ફન અને એન્ટરટેઇનિંગની સાથે મારા માટે ચૅલેન્જિંગ હોય એવી ફિલ્મ માટે હું હંમેશાં હા પાડું છું. તમારી દરેકની સાથે ‘ઉમા’ને શૅર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’
 

તામિલનાડુમાં બારમાની એક્ઝામ લેવાને સપોર્ટ કર્યો કમલ હાસને

કમલ હાસને તામિલનાડુ સ્ટેટમાં બારમા ધોરણની પરીક્ષા લેવા માટે સપોર્ટ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા બારમા ધોરણની પરીક્ષાને કૅન્સલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે કમલ હાસનનું કહેવું છે કે આ પરીક્ષા જરૂરી છે. પરીક્ષા મોડી લેવામાં આવે તો વાંધો નથી, પરંતુ એ લેવી આવશ્યક છે. બારમા ધોરણ બાદ અગાઉના ભણતર માટે પર્સન્ટેજ દ્વારા ઍડ્મિશન આપવું ખૂબ જ જરૂરી છે. આ માટે પરીક્ષા લેવી જરૂરી છે. કમલ હાસનનું કહેવું છે કે આ સમયમાં ચોક્કસ પ્લાનિંગ અને બેસ્ટ મેથડનો ઉપયોગ કરીને બારમાની પરીક્ષા લેવામાં કોઈ વાંધો નથી.
 

હું 5G વિરુદ્ધ હોવાની લોકોમાં ગેરસમજ છે : જુહી ચાવલા

 
કોર્ટે તેની અપીલ ફગાવી અને કાયદાનો ગેરઉપયોગ કરવા બદલ ૨૦ લાખનો દંડ કરવામાં આવ્યો ત્યાર બાદ તેણે આવું કહ્યું
 
જુહી ચાવલાનું કહેવું છે કે તે 5G ટેક્નૉલૉજી વિરુદ્ધ હોવાની લોકોમાં ગેરસમજ છે. તેણે આ ટેક્નૉલૉજીને કાણે ફેલાતા રેડિયેશનને કારણે કોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને તેને ૨૦ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. આ અપીલ પબ્લિસિટીને કારણે કરવામાં આવી હોવાનું કોર્ટે કહ્યું હતું. આ વર્ચ્યુઅલ હિયરિંગની લિન્ક જુહી ચાવલા દ્વારા ફૉર્વર્ડ કરવામાં આવી હોવાનું પણ કોર્ટે કહ્યું હતું. આ હિયરિંગમાં એક વ્યક્તિ જૉઇન થયો હતો અને તે જુહી ચાવલાનું ગીત ગાતો હતો. કોર્ટ દ્વારા મૉડરેટરને મ્યુટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે વ્યક્તિ વારંવાર ડિસ્કનેક્ટ કરીને કનેક્ટ થતો હતો અને આ હિયરિંગમાં ખલેલ પહોંચાડતો હતો. કોર્ટે આ વ્યક્તિ વિરુદ્ધ દિલ્હી પોલીસને પગલાં લેવા પણ કહ્યું છે. આ હિયરિંગ બાદ જુહી ચાવલાએ કહ્યું હતું કે ‘મારી દિલ્હી કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈને લોકોમાં ગેરસમજ છે કે હું 5G ટેક્નૉલૉજી વિરુદ્ધ છું. જોકે હું એટલું જ કહેવા માગું છું કે 5G ટેક્નૉલૉજી મનુષ્ય અને દરેક જીવ માટે સેફ છે એ ક્લેરિફાઇ કરવામાં આવે.’
 

ફરી સેટ પર જવાની તાલાવેલી થઈ રહી છે રકુલને

રકુલ પ્રીત સિંહને ફરી સેટ પર જવાની તાલાવેલી થઈ રહી છે. કોરોનાના બીજા ફેઝને કારણે શૂટિંગ અટકી ગયું છે અને તે હવે સેટને મિસ કરી રહી છે. રકુલે એક જૂનો ફોટો શૅર કર્યો છે જેમાં તેના ચહેરા પર સ્માઇલ દેખાઈ રહી છે. આ ફોટો શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી કે ‘સેટ પર ફરી જઈને મારા સારા હેરને એન્જૉય કરવા માટે ખૂબ જ રાહ જોઈ રહી છું.’

‘બેદર્દી સે પ્યાર કા’નું શૂટિંગ ૨૩ કલાક સુધી કર્યું હતું ગુરમીતે

ગુરમીત ચૌધરીએ તેના આગામી ગીત ‘બેદર્દી સે પ્યાર કા’નું શૂટિંગ ૨૩ કલાક સુધી કર્યું હતું. ઝુબિન નૌટિયાલ દ્વારા ગાવામાં આવેલા આ ગીતમાં ગુરમીતે કામ કર્યું હતું. આ ગીતને દેહરાદૂન અને મસૂરીમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ વિશે ગુરમીતે કહ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે અમારી પાસે સમય ઓછો હતો અને એકદમ ટાઇટ શેડ્યુલ હતું. શેડ્યુલના છેલ્લા દિવસે સમય ન હોવાથી અમે સતત ૨૩ કલાક સુધી શૂટિંગ કર્યું હતું. આ ગીત જે રીતે તૈયાર થયું છે એને લઈને અમે બધા ખુશ છીએ.’

bollywood bollywood news bollywood gossips juhi chawla kamal haasan kajal aggarwal aparshakti khurana rakul preet singh