સફળતા અને નિષ્ફળતા બન્ને એક ઍક્ટરના કન્ટ્રોલ બહારની બાબતો છે

02 June, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકી શ્રોફે દીકરા ટાઇગરની ફ્લૉપ ફિલ્મો વિશે પોતાની લાગણી વ્યક્ત કરી

જૅકી શ્રોફ દીકરા ટાઇગર સાથે

પોતાના જમાનાના સફળ ઍક્ટર જૅકી શ્રોફે હાલમાં પોતાના પુત્ર ટાઇગર શ્રોફની તાજેતરની ફ્લૉપ ફિલ્મોને લઈને ખુલ્લેઆમ વાત કરી છે. તેણે કહ્યું કે સફળતા અને નિષ્ફળતા એક ઍક્ટરના કન્ટ્રોલ બહારની બાબતો છે. ટાઇગરના કરીઅર-ગ્રાફ અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેની સામે આવેલા પડકારો વિશે વાત કરતાં જૅકીએ કહ્યું કે અભિનેતા સંપૂર્ણ ઈમાનદારીથી કામ કરવા પર ધ્યાન આપે છે અને બાકી બધું દર્શકો પર છોડે છે, ટાઇગર પણ એવા સ્ટારકિડ્સમાં સામેલ છે જેણે પોતાની મહેનતના દમ પર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે.

જૅકી શ્રોફે દીકરા ટાઇગરની અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું અનપ્રિડિક્ટેબલ વાતાવરણ દરેક અભિનેતાએ ક્યારેક ને ક્યારેક અનુભવવું જ પડે છે. જીવન એવું જ છે કે આ બાબતો આપણા હાથમાં નથી હોતી. તમારે આકરી મહેનત કરવી પડે છે. ક્યારેક તમને સફળતા મળશે તો ક્યારેક નહીં મળે. ટાઇગરની અનેક ફિલ્મોએ સારું પ્રદર્શન નથી કર્યું પણ આમ છતાં તે ખૂબ પૉઝિટિવ રહે છે. અમે કલાકારો છીએ, અમારે દરેક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ટાઇગર આ વાત સારી રીતે જાણે છે. તે કહે છે કે હું સંપૂર્ણ ઈમાનદારીથી કામ કરીશ, બાકી બધું દર્શકો પર છે.’

jackie shroff tiger shroff box office entertainment news bollywood bollywood news