Pahalgam Terror Attack: હવે, સલમાન ખાને લીધો બહુ જ અગત્યનો નિર્ણય! જાણો શું કામ કર્યું આવું!

28 April, 2025 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pahalgam Terror Attack: સલમાન ખાન યુકેમાં તેમના `બોલિવૂડ બિગ વન શો`ના પ્રવાસે જવાના હતા. પણ હવે તે તેઓએ મુલતવી રાખ્યો છે.

સલમાન ખાનની ફાઇલ તસવીર

તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ અનેક સેલેબ્સ પોતાના તરફથી નિવેદન જારી કર્યા છે. આ સાથે જ ઘણા સેલેબ્સે પોતાના ઇવેંટને કેન્સલ કર્યા છે. હવે બૉલીવુડની જાણીતી હસ્તી એવા સલમાન ખાને એક મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર તેઓ મહિને યુકેમાં તેમના `બોલિવૂડ બિગ વન શો`ના પ્રવાસે જવાના હતા. પણ હવે તે તેઓએ મુલતવી રાખ્યો છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું કારણ 

આ માટે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાના અસંખ્ય ચાહકો સુધી આ વાત પહોંચાડી છે. તેઓએ તેમાં જણાવ્યું છે કે તેઓએ યુકે પ્રવાસ મુલતવી રાખ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે કાશ્મીરમાં તાજેતરની દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને અને ખૂબ જ દુઃખ સાથે પ્રમોટર્સને `બોલીવુડ બિગ વન શો` મુલતવી રાખવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

અહેવાલો અનુસાર 4 અને 5 મેના રોજ માન્ચેસ્ટર અને લંડનમાં શો થવાના હતા. પરંતુ હવે તાજેતરમાં જ થયેલા પહલગામ હુમલાને (Pahalgam Terror Attack) ધ્યાનમાં રાખીને તે મુલતવી રાખવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાને પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે આના કારણે થતી કોઈપણ નિરાશા કે અસુવિધા માટે અમે દિલથી માફી માંગીએ છીએ. અને તમારી સમજણ અને સમર્થનની ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. શોની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર (Pahalgam Terror Attack) આમ તો દરેક જણ યુકેના શો માટે અત્યંત ઉત્સાહિત હતા, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજક ટીમને લાગ્યું કે હમણાં માટે તેને મુલતવી રાખવો જ હિતાવહ છે. એમ જ સલામતી છે. યુકેમાં કલાકારોનો વિશાળ ચાહકવર્ગ છે, અને મુલતવી રાખવાનો નિર્ણય સરળ નહોતો. પરંતુ સમાજની લાગણીઓનું રક્ષણ કરવું અને સકારાત્મક વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય આયોજકોએ લીધો છે. 

હવે બોલિવૂડ બિગ શોટ યુકેના પ્રવાસ માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ દરમિયાન આયોજકોએ પૈસા પરત કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ સહિત અન્ય હસ્તીઓએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે પ્રાર્થના કરી હતી.

જો કે ગયા અઠવાડિયે સલમાન ખાને પોતાના એક્સ અકાઉન્ટ પર પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની (Pahalgam Terror Attack) નિંદા કરી હતી. તેણે લખ્યું હતું કે, "કાશ્મીર, પૃથ્વી પરનું સ્વર્ગ છે જે  નરકમાં ફેરવાઈ ગયું. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યાં. હું લાગણીવશ છું . મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. એક નિર્દોષને પણ મારવો એ સમગ્ર દેશને માર્યા બરાબર છે."

Pahalgam Terror Attack Salman Khan bollywood buzz bollywood news bollywood entertainment news