28 November, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચનની ફાઇલ તસવીર
ઐશ્વર્યા રાયનું અંગત જીવન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તેના અને અભિષેક બચ્ચના ડિવૉર્સની પણ ચર્ચા ચાલી હતી. હવે આ બધાની વચ્ચે પાકિસ્તાનના મૌલવી મુફ્તી અબ્દુલ કાવીએ ઐશ્વર્યા વિશે ભેજાગૅપ નિવેદન આપ્યું છે. તેનો સોશ્યલ મીડિયા પરનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે દાવો કરે છે કે તે ઐશ્વર્યા રાયનું નામ બદલીને ‘આયશા રાય’ રાખી દેશે.
આ વાઇરલ વિડિયોમાં મૌલવી અબ્દુલ કાવી કહેતો જોવા મળે છે કે તે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવાની ઇચ્છા રાખે છે. તે દાવો કરે છે કે બેથી ૪ મહિનામાં ઐશ્વર્યા તેની તરફથી લગ્નની પ્રપોઝલ મોકલી શકે છે. તે હવામાં તીર મારતાં કહે છે કે ઐશ્વર્યાને પહેલાં મુસ્લિમ બનાવશે અને પછી તેની સાથે નિકાહ કરશે. મૌલવી તો ત્યાં સુધી કહી દે છે કે તેણે ઐશ્વર્યાનું નવું નામ ‘આયશા રાય’ નક્કી કરી દીધું છે.
મૌલવી અબ્દુલ કાવી
મૌલવી અબ્દુલ કાવીનું નામ અગાઉ પણ રાખી સાવંતને લઈને ચર્ચામાં આવ્યું હતું, કારણ કે તેણે રાખીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે રાખીએ આ નિકાહની વાતને નકારી દીધી હતી અને જણાવ્યું હતું કે આ વ્યક્તિને સહન કરવી બહુ મુશ્કેલ છે.