19 March, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠીની દીકરી આશી મ્યુઝિક-વિડિયો ‘રંગ ડારો’ દ્વારા સ્ક્રીન પર ડેબ્યુ કરી રહી છે.
પંકજ ત્રિપાઠીની દીકરી આશી મ્યુઝિક-વિડિયો ‘રંગ ડારો’ દ્વારા સ્ક્રીન પર ડેબ્યુ કરી રહી છે. આશી ત્રિપાઠી અત્યાર સુધી ઍક્ટિંગ અને સ્ક્રીનથી દૂર રહી હતી પણ હવે તે મ્યુઝિક-વિડિયોમાં જોવા મળી છે. ‘રંગ ડારો’માં આશી ખૂબ સુંદર લાગી રહી છે અને લોકો તેના સૌંદર્ય અને સાદગીના દીવાના થઈ ગયા છે. આશીનો આ મ્યુઝિક-વિડિયો હાલમાં રિલીઝ થયો છે અને એ ચર્ચામાં છે.
આશી હાલમાં કૉલેજમાં અભ્યાસ કરી રહી છે અને પિતા પંકજ ત્રિપાઠીની જેમ ઍક્ટિંગમાં કરીઅર બનાવવા માગે છે. પંકજ ત્રિપાઠીએ આશીના પ્રથમ ઑનસ્ક્રીન પર્ફોર્મન્સ પર કહ્યું હતું કે ‘આ મારે માટે ભાવુક ક્ષણ છે અને હું ગર્વ અનુભવું છું. આશીને સ્ક્રીન પર જોવી એ મારા માટે અને પત્ની મૃદુલા માટે ગર્વની વાત છે. આ ભાવુક ક્ષણ હતી. તે હંમેશાં પર્ફોર્મિંગ આર્ટ્સ માટે પૅશનેટ રહી છે અને પ્રથમ પ્રોજેક્ટમાં તેની સહજ અભિવ્યક્તિ જોવી અમારે માટે ખૂબ ખાસ છે. જો આ તેની પ્રથમ શરૂઆત છે તો હું તેની આગળની મુસાફરની આતુરતાથી રાહ જોઈશ.’