પંકજ ત્રિપાઠી માત્ર સારા અભિનેતા જ નહીં, તેઓ સાચા બિહારી પણ છે

02 February, 2026 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગામવાસીઓ સાથેનો બિહારનું પરંપરાગત ગીત ગાતો વિડિયો જાહેર થયા બાદ ફૅન્સ આવી કમેન્ટ કરી રહ્યા છે

વિડિયોમાં પંકજ ત્રિપાઠીને પોતાના ગામના લોકો સાથે બિહારનું પરંપરાગત લોકગીત ‘ફગુઆ’ ગાતા જોઈ શકાય છે

પંકજ ત્રિપાઠી આજે ભલે બૉલીવુડના મોટા અભિનેતા બની ગયા હોય, આજે પણ તેઓ પોતાના ગામની માટી સાથે મજબૂતીથી જોડાયેલા છે. બિહારના ગોપાલગંજ જિલ્લાના પોતાના ગામ બેલસંદ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને અન્ય સ્ટાર્સથી અલગ ઓળખ આપે છે. પંકજ ત્રિપાઠી પોતાનાં મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે તાજેતરમાં પોતાને ગામ ગયા હતા અને અહીં શહેરની ચકાચૌંધથી દૂર રહીને ગામના લોકો સાથે સમય વિતાવતા અને પોતાની સંસ્કૃતિનો આનંદ લેતા હોય એવો તેમનો વિડિયો ચર્ચામાં છે.

આ વિડિયોમાં પંકજ ત્રિપાઠીને પોતાના ગામના લોકો સાથે બિહારનું પરંપરાગત લોકગીત ‘ફગુઆ’ ગાતા જોઈ શકાય છે. આમાં તેમણે પરંપરાગત બિહારી અંદાજમાં પાઘડી પણ બાંધેલી છે જે તેમની સંસ્કૃતિ પ્રત્યેની લાગણીને સ્પષ્ટ કરે છે. પંકજના સરળ સ્વભાવને દર્શાવતો આ વિડિયો લોકોનાં દિલ જીતી રહ્યો છે અને ફૅન્સ ‘પંકજ ત્રિપાઠી માત્ર સારા અભિનેતા જ નહીં, સાચા બિહારી પણ છે’ જેવી કમેન્ટ કરી રહ્યા છે.

pankaj tripathi bihar viral videos entertainment news bollywood bollywood news