09 May, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી
આયુષમાન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બીની કૉમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થવાની છે. હવે આ ફિલ્મના કલાકારોની ફી વિશેની વિગતો જાણવા મળી છે. ‘પતિ પત્ની ઔર વો દો’માં આયુષમાન સાથે રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન અને વામિકા ગબ્બી લીડ રોલમાં છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે આયુષમાનને ૮થી ૧૦ કરોડ, સારા અલી ખાનને પાંચ કરોડ, રકુલ પ્રીત સિંહને ૪ કરોડ અને વામિકા ગબ્બીને એકથી બે કરોડ રૂપિયા ફી-પેટે ચૂકવવામાં આવ્યા છે.