12 February, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ માટે તેના ફેન્સ બહુ ઉત્સાહિત છે. સલમાનને પણ આ ફિલ્મથી બહુ આશા છે, કારણ કે તેની છેલ્લી કેટલીક ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા મળી નહોતી. થોડા દિવસો પહેલાં સલમાને આ ફિલ્મ માટે એક ડાન્સ-સૉન્ગનું શૂટિંગ કર્યું હતું. હવે માહિતી મળી રહી છે કે સલમાને રાતોરાત આ ફિલ્મ માટે એક દેશભક્તિ ગીત પણ શૂટ કર્યું છે.
રિપોર્ટ મુજબ ફિલ્મનો ડિરેક્ટર અપૂર્વ લાખિયા થોડા દિવસના બ્રેક પર હતો, પરંતુ સલમાને તેને બોલાવી ફિલ્મના ઍન્ડ ક્રેડિટ્સ માટે એક ખાસ ગીતનું શૂટિંગ કરાવ્યું. કહેવાય છે કે આ ગીત દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મમાં ઉમેરવામાં આવ્યું છે. આ ગીત માટેની વિનંતી દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જાતે કરી હતી અને સલમાને તેમની વાત માનીને ફિલ્મના અંતમાં આ ગીત સામેલ કર્યું છે.