જાહ્‌નવી કપૂરને પેદ્દી માટે મળી છે ૮ કરોડ જેટલી અધધધ ફી

12 June, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‌નવીને મળેલી ફી વિશે ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું

જાહ્‌નવી કપૂર

‘પેદ્દી’માં અત્યંત ગ્લૅમરસ અને સેક્સ્યુઅલ અંદાજમાં રજૂ કરાયેલા જાહ્‌નવી કપૂરના પાત્રને કારણે સોશ્યલ મીડિયા પર ફિલ્મને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ફિલ્મના ડિરેક્ટરે માફી પણ માગી હતી અને નિર્માતાઓએ ફિલ્મમાં કેટલાક ફેરફારો પણ કર્યા હતા. હવે ખબર પડી છે કે જાહ્‌નવીને ‘પેદ્દી’ માટે ૮ કરોડ રૂપિયા જેટલી મોટી ફી ચૂકવવામાં આવી છે.

જાહ્‌નવીને મળેલી ફી વિશે ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘આ જાહ્‌નવીની કરીઅરનો અત્યાર સુધીનો સૌથી મોટો પે-ચેક છે. ‘પેદ્દી’ના સેટ પર તે સંપૂર્ણપણે પ્રોફેશનલ રહી હતી. તેને ‘દેવરા’ માટે પાંચ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને ‘પેદ્દી’ માટેની ફીમાં ૫૦ ટકા વધારો થયો છે. ‘દેવરા’ અને ‘પેદ્દી’ જેવી સતત સફળ તેલુગુ ફિલ્મો બાદ જાહ્‌નવી ઇન્ડસ્ટ્રીમાં લકી અભિનેત્રી ગણાય છે અને તેની સફળતાનો દર ૧૦૦ ટકા ગણાવવામાં આવી રહ્યો છે.’

janhvi kapoor ram charan box office entertainment news bollywood bollywood news