06 November, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૃથ્વી થિયેટર ખાતે પૃથ્વી ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન
સોમવારે જુહુના પૃથ્વી થિયેટર ખાતે પૃથ્વી ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન થયું હતું. આ ફેસ્ટિવલનું આયોજન શશી કપૂરના પુત્ર કુણાલ કપૂરે તેના દીકરા ઝહાન કપૂર સાથે મળીને કર્યું છે. આ ફંક્શન ૧૭ નવેમ્બર સુધી ચાલશે. પૃથ્વી ફેસ્ટિવલ 2025ના ઓપનિંગ ડેની ઇવેન્ટમાં નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, પૂજા ભટ્ટ અને સૈફ અલી ખાન તેમ જ બૉલીવુડના અન્ય દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. સોશ્યલ મીડિયામાં પૃથ્વી થિયેટર દ્વારા આ ઇવેન્ટની અનેક તસવીરો અને વિડિયો શૅર કરવામાં આવ્યાં હતાં જેમાં નીના ગુપ્તા અને નસીરુદ્દીન શાહ ખુશખુશાલ થઈને ડાન્સ કરતાં જોવા મળ્યાં છે. આ સિવાય રત્ના પાઠક શાહ, સૈફ અલી ખાન અને પૂજા ભટ્ટે ઇવેન્ટમાં ઉત્સાહભેર હાજરી આપી હતી.
પૃથ્વી થિયેટરની સ્થાપના હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂરે ૧૯૪૪માં કરી હતી અને પછી એનું સંચાલન શશી કપૂર અને તેમનાં પત્ની જેનિફર કેન્ડલે સંભાળ્યું હતું. આજે પણ કપૂર-પરિવારની નવી પેઢી થિયેટર સાથે સક્રિય રીતે જોડાયેલી છે.