20 July, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ખેલ ખેલ મેં’
અક્ષયકુમારની ‘ખેલ ખેલ મેં’નું પ્રમોશન અટકી ગયું છે. ટી-સિરીઝના સહમાલિક ક્રિશનકુમારની ૨૦ વર્ષની દીકરી ટિશાનું કૅન્સર થયું હતું. તેને ટ્રીટમેન્ટ માટે જર્મની લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ ગુરુવારે થયું હતું. આથી ગઈ કાલે ‘ખેલ ખેલ મેં’ના પોસ્ટર-લૉન્ચને કૅન્સલ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષયની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે એથી એનું પોસ્ટર ગઈ કાલે લૉન્ચ થવાનું હતું. જોકે આ ફિલ્મને ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી હોવાથી ફિલ્મનું પ્રમોશન હાલપૂરતું કૅન્સલ કરવામાં આવ્યું છે. બની શકે કે ફિલ્મને પણ પોસ્ટપોન કરવામાં આવે.