આર. માધવને BKCમાં ૧૭.૫ કરોડમાં અપાર્ટમેન્ટ ખરીદ્યો

26 July, 2024 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ પ્રૉપર્ટીમાં વધુ ઇન્વેસ્ટ કરે છે

આર. માધવન

આર. માધવને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આલીશાન અપાર્ટમેન્ટ ૧૭.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ મકાન ૪૧૮૨ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે. તેની આ પ્રૉપર્ટી સિગ્નિયા પર્લમાં છે જે એક શાનદાર ટાવર છે. એમાં તેને બે પાર્કિંગ-સ્પેસ મળી છે. એમાં અલ્ટ્રા-લક્ઝરી રૂમ છે. આ એક હાઈ-ક્લાસ રેસિડેન્શિયલ લોકેશન છે. બાવીસમી જુલાઈએ આ મકાન માટે આર. માધવને ૧.૦૫ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીના અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફીના ભર્યા છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ પ્રૉપર્ટીમાં વધુ ઇન્વેસ્ટ કરે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને આમિર ખાને પણ આલીશાન મકાન ખરીદ્યાં છે.

r. madhavan bandra kurla complex bollywood news bollywood gossips bollywood entertainment news