કૅટરિના સાથે કામ કરવા હૃતિક જેવા બનવું છે આર. માધવનને

16 January, 2022 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવને ‘ડીકપલ્ડ’માં કરેલી ઍક્ટિંગથી સૌકોઈ પ્રભાવિત થયા હતા

આર. માધવન

આર. માધવનની ઇચ્છા છે કે તે હૃતિક રોશન જેવો ફિટ થઈ જાય, જેથી તે કૅટરિના કૈફ સાથે કામ કરી શકે. આર. માધવને ‘ડીકપલ્ડ’માં કરેલી ઍક્ટિંગથી સૌકોઈ પ્રભાવિત થયા હતા. તેને હવે હૃતિક રોશન જેવી ફિલ્મોમાં પણ કામ કરવું છે. હૃતિકની પ્રશંસા કરતાં આર. માધવને કહ્યું કે ‘અમે બન્નેએ એકસાથે જ શરૂઆત કરી હતી. તે હાલમાં પણ ગ્રીક ગૉડ જેવો જ દેખાય છે અને અદ્ભુત ઍક્શન કરે છે. જોકે હું એવું ન કરી શકું. કૅટરિના કૈફ સાથે કામ કરવા માટે મારે તેના જેવા ફિટ થવું પડશે. હું મારી સ્ટ્રેન્ગ્થ પ્રમાણે કામ કરી રહ્યો છું. મારા માટે સ્ક્રિપ્ટ, સ્ટોરી અને પાત્ર અગત્યનાં છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips r. madhavan katrina kaif hrithik roshan