23 April, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘રાજા શિવાજી’ ૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે
રિતેશ દેશમુખે ડિરેક્ટ કરેલી અને તેને છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં ચમકાવતી ‘રાજા શિવાજી’ ૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અનેક જાણીતા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મમાં કામ કરવા માટે કલાકારોએ લીધેલી ફીની વિગતો જાણવા મળી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે રિતેશ દેશમુખે અંદાજે ૧૫થી ૧૮ કરોડ રૂપિયા સુધીની ફી લીધી છે.
આ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા શિવાજી મહારાજનાં પત્ની સઈબાઈ ભોસલેની ભૂમિકામાં જોવા મળશે અને તેને આ રોલ માટે અંદાજે ૧થી બે કરોડ ફી આપવામાં આવી છે. અભિષેક બચ્ચનને ફિલ્મમાં સંભાજી શહાજી ભોસલેનું પાત્ર ભજવવા માટે ૬થી ૮ કરોડ રૂપિયા ફી તેમ જ સંજય દત્તને અફઝલ ખાનની ભૂમિકા માટે અંદાજે ૮થી ૧૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
‘રાજા શિવાજી’માં મહેશ માંજરેકર લખુજી જાધવનો રોલ કરી રહ્યો છે અને એ માટે તેને બેથી ત્રણ કરોડ રૂપિયા, ફરદીન ખાનને મુગલ બાદશાહ શાહજહાંના રોલ માટે બેથી ત્રણ કરોડ રૂપિયા તેમ જ ભાગ્યશ્રીને શિવાજી મહારાજનાં માતા જીજાબાઈના પાત્ર માટે એકથી બે કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.