11 August, 2022 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકર
અક્ષયકુમારનું કહેવું છે કે તેને ભૂમિ પેડણેકર માટે સન્માન વધી ગયું છે, કેમ કે તે ‘રક્ષાબંધન’માં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી. આજે રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ ઉપરાંત અન્ય ચાર ઍક્ટ્રેસિસ પણ જોવા મળશે. ફિલ્મ ભાઈ-બહેનના પ્રેમને દેખાડે છે. ભૂમિ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું, ‘મારી ફ્રેન્ડ અને કો-સ્ટાર ભૂમિ પેડણેકર પ્રતિ મારી પ્રશંસા અને સન્માન ખૂબ વધી ગયાં છે. ‘રક્ષાબંધન’ ટાઇટલવાળી ફિલ્મ કે જેમાં ચાર બહેનોની સ્ટોરી છે, એવી ફિલ્મ કરવા માટે તે રાજી થઈ એ દેખાડે છે કે તે કેટલી સિક્યૉર ઍક્ટર છે.’