ફરહાન સાથે કામ કરશે રકુલ

20 October, 2021 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ દ્વારા જાવેદ અખ્તર ૧૫ વર્ષ બાદ સ્ટોરી અને સ્ક્રીનપ્લે રાઇટર દ્વારા કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મને ફરહાન અને આશુતોષ ગોવારીકર પ્રોડ્યુસ કરશે.

રકુલ પ્રીત સિંહ

આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ફરહાન અખ્તર સાથે રકુલ પ્રીત સિંહ કામ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આશુતોષ ગોવારીકર પિરિયડ ફિલ્મમાંથી બ્રેક લઈને ઍક્શન ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરહાન અને રકુલને પણ પસંદ કરવામાં આવ્યાં છે. આ ફિલ્મનું નામ ‘પુકાર’ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ફિલ્મની સ્ટોરી જંગલની છે, જેમાં ફરહાન ફૉરેસ્ટ રેન્જ ઑફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. ડિસેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. રકુલ તેની ‘છત્રીવાલી’નું શૂટિંગ પૂરું કરીને તરત જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. સાઉથ ઇન્ડિયન ઍક્ટર જગપતિ બાબુ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. જગપતિ બાબુની આ પહેલી બૉલીવુડની ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા જાવેદ અખ્તર ૧૫ વર્ષ બાદ સ્ટોરી અને સ્ક્રીનપ્લે રાઇટર દ્વારા કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મને ફરહાન અને આશુતોષ ગોવારીકર પ્રોડ્યુસ કરશે.

bollywood news bollywood bollywood gossips entertainment news rakul preet singh farhan akhtar