13 September, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ ગોપાલ વર્મા
૧૯૯૫ની ૮ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ડિરેક્ટર રામ ગોપાલ વર્માની સુપરહિટ ફિલ્મ ‘રંગીલા’એ એની રિલીઝનાં ૩૦ વર્ષ પૂરાં કર્યાં છે. આમિર ખાન, જૅકી શ્રોફ અને ઉર્મિલા માતોન્ડકર સ્ટારર ‘રંગીલા’ હવે સિનેમાઘરોમાં નવા અંદાજમાં રીરિલીઝ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને આ વાતની માહિતી રામ ગોપાલ વર્માએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આપી છે.
પોતાની પોસ્ટમાં રામુએ લખ્યું છે, ‘‘રંગીલા’ 4K ડૉલ્બીમાં રીરિલીઝ થઈ રહી છે. આમિર ખાન, જૅકી શ્રોફ, ઉર્મિલા માતોન્ડકર અને એ. આર. રહમાનને આ માટે અભિનંદન. રંગો ફરી પાછા આવી રહ્યા છે.’
‘રંગીલા’ રિલીઝ થઈ ત્યારે બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી. ફિલ્મનાં ગીતો પણ એ સમયે ખૂબ લોકપ્રિય થયાં હતાં. આ ફિલ્મમાં એ. આર. રહમાને સંગીત આપ્યું હતું. ફિલ્મ માટે એ. આર. રહમાનને શ્રેષ્ઠ સંગીતકાર, રામ ગોપાલ વર્માને શ્રેષ્ઠ વાર્તા અને જૅકી શ્રોફને સહાયક અભિનેતા માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.