13 November, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણનું પોસ્ટર
‘રામાયણ’નું હિન્દી વર્ઝન બૉક્સ-ઑફિસ પર સતત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝનનો ભારતમાં નેટ કમાણીનો આંકડો ૪૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે અને આ આંકડો ૪૦૯.૫૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બુધવારે એટલે કે રિલીઝના સાતમા દિવસે ફિલ્મે ૬૦ કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી છે જે ખરેખર અસાધારણ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ‘રામાયણ’એ સોમવારે અને મંગળવારે અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની કમાણી કરનારી હિન્દી ફિલ્મનો રેકૉર્ડ બનાવ્યા બાદ બુધવારે પણ આ જ રેકૉર્ડ જાળવી રાખ્યો છે. આમ ફિલ્મે સતત ૩ દિવસ સૌથી વધુ એક દિવસની કમાણી કરનારી હિન્દી ફિલ્મનો નવો રેકૉર્ડ બનાવ્યો છે.
|
રામાયણના હિન્દી વર્ઝનનું ૮ દિવસનું બૉક્સ-ઑફિસ કલેક્શન |
|
|
ગુરુવાર |
૪૭ કરોડ રૂપિયા |
|
શુક્રવાર |
૩૮.૨૫ કરોડ રૂપિયા |
|
શનિવાર |
૫૩ કરોડ રૂપિયા |
|
રવિવાર |
૩૭ કરોડ રૂપિયા |
|
સોમવાર |
૯૫ કરોડ રૂપિયા |
|
મંગળવાર |
૭૮.૨૧ કરોડ રૂપિયા (રિવાઇઝ્ડ) |
|
બુધવાર |
૬૧.૧૦ કરોડ રૂપિયા |