✕

રણબીર કપૂરે ઉપાડ્યું શિવ ધનુષવાતાવરણમાં ગૂંજી ઊઠ્યો જય શ્રીરામનો જયઘોષ

27 September, 2026 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાયણની ભવ્ય પ્રમોશનલ ઇવેન્ટમાં દુનિયાના સૌથી પ્રખ્યાત યુટ્યુબર મિસ્ટર બીસ્ટની હાજરી બની આકર્ષણનું કારણ

ગઈ કાલની ઇવેન્ટમાં (ડાબેથી) ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી, રણબીર કપૂર, મિસ્ટર બીસ્ટ, સાઈ પલ્લવી, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા.

બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ આ વર્ષે ૬ નવેમ્બરે વિશ્વભરમાં અને ૮ નવેમ્બરે ભારતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે ગઈ કાલે ફિલ્મસિટીમાં આવેલા પ્રાઇમ ફોકસ સ્ટુડિયોમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દુનિયાનો સૌથી પ્રખ્યાત યુટ્યુબર મિસ્ટર બીસ્ટ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યો હતો. તેની સાથે ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર અને સાઈ પલ્લવી તેમ જ રવિ દુબે, ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે કૅમેરા સામે પોઝ આપ્યા હતા તેમ જ રણબીરની મિસ્ટર બીસ્ટ સાથેની તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે અને એ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. 
મિસ્ટર બીસ્ટે પણ આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને ભગવાન શ્રીરામ પ્રત્યે આદર વ્યક્ત કરતાં ‘જય શ્રીરામ’નો જયઘોષ કર્યો હતો. આ પ્રમોશનલ ઇવેન્ટમાંથી રણબીરની કેટલીક ખાસ તસવીરો પણ સામે આવી છે જેમાં તે શિવધનુષ ઉપાડતો જોવા મળે છે. રણબીરના આ અંદાજને જોઈને ઇવેન્ટમાં હાજર લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ramayan ranbir kapoor sai pallavi yash naveen kumar gowda rakul preet singh ravi dubey upcoming movie indian mythology indian cinema indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood