રામાયણના ટ્રેલરમાં માતા સીતાની પાછળ જોવા મળેલી યુવતીની એક ઝલકે જીતી લીધાં દિલ

03 August, 2026 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રુતકીર્તિનો રોલ કરી રહેલી સુરભિ દાસને લોકો સાઈ પલ્લવી કરતાં વધારે સારી પસંદગી ગણાવી રહ્યા છે

સુરભી દાસ

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મના દરેક પાત્રને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં માતા સીતાનું પાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી ભજવી રહી છે. પોતાની સાદગી માટે જાણીતી સાઈ પલ્લવીને માતા સીતાના લુક, સંવાદ બોલવાની શૈલી અને અભિવ્યક્તિને લઈને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને ટ્રેલરમાં સાઈ પલ્લવીની પાછળ ઊભેલી અભિનેત્રી માતા સીતાના રોલ માટે વધુ પસંદ આવી રહી છે.
હાલમાં રિલીઝ થયેલા ‘રામાયણ’ના ટ્રેલરમાં પહેલી વખત સાઈ પલ્લવીનો લુક જોવા મળ્યો હતો. તેના એન્ટ્રી-સીનમાં તેની સાથે અન્ય બે અભિનેત્રીઓ પણ જોવા મળે છે. એમાં ડાબી બાજુ ઊભેલી અભિનેત્રીની માત્ર એક ઝલક જ દેખાય છે, છતાં તેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સાઈ પલ્લવીની પાછળ દેખાતી અભિનેત્રી બીજું કોઈ નહીં પણ આસામી અભિનેત્રી સુરભિ દાસ છે અને તે ફિલ્મમાં માતા સીતાની નાની બહેન શ્રુતકીર્તિના પાત્રમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રુતકીર્તિ ભગવાન રામના નાના ભાઈ શત્રુઘ્નની પત્ની હતી.

ramayan ranbir kapoor sai pallavi rakul preet singh yash naveen kumar gowda lara dutta Arun Govil ravi dubey vivek oberoi indian films indian cinema entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood movie review bollywood gossips bollywood events bollywood