23 July, 2026 04:16 PM IST | California | Gujarati Mid-day Correspondent
ણબીર કપૂર અને યશ
નિતેશ તિવારીની બિગ બજેટ ‘રામાયણ’ના ગ્લોબલ લૉન્ચ માટે રણબીર કપૂર અને યશ અમેરિકા જવા રવાના થયા છે. ગઈ કાલે બન્નેને મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. આ સમયે બન્ને અલગ જ સ્વૅગમાં જોવા મળ્યા હતા. રિપોર્ટ પ્રમાણે ફિલ્મની ટીમ અમેરિકાના સૅન ડીએગો કૉમિક-કૉનમાં ‘રામાયણ’નું ગ્લોબલ પ્રેઝન્ટેશન કરવા જઈ રહી છે.
ઍરપોર્ટ પર રણબીર કપૂર બ્લુ ડેનિમ, બ્લૅક ટી-શર્ટ અને બ્લૅક જૅકેટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો હતો અને તેણે બ્લૅક કૅપ અને સનગ્લાસિસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. બીજી તરફ યશ ઑલિવ ગ્રીન ટી-શર્ટ, ડેનિમ અને બ્રાઉન જૅકેટમાં જોવા મળ્યો હતો.