અબ ઇન્ડિયન સિનેમા કા મુસ્તકબિલ ધુરંધર : ધ રિવેન્જ તય કરેગા

19 March, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની મ્યુઝિક-લૉન્ચ ઇવેન્ટમાં રણવીર સિંહે મોટું નિવેદન આપ્યું

ફિલ્મની મ્યુઝિક-લૉન્ચ ઇવેન્ટમાં રણવીર સિંહ

રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની મ્યુઝિક-લૉન્ચ ઇવેન્ટ મંગળવારે યોજાઈ હતી. આ ઇવેન્ટમાં રણવીર સિંહ, સારા અર્જુન અને ફિલ્મની ટીમના અન્ય સભ્યો હાજર રહ્યાં હતાં. ઇવેન્ટ દરમ્યાન ચાહકો સાથે વાત કરતાં રણવીર સિંહે કહ્યું હતું કે અબ ઇન્ડિયન સિનેમા કા મુસ્તકબિલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ તય કરેગા એટલે કે હું એટલું કહીશ કે હવે ઇન્ડિયન સિનેમાનું ભવિષ્ય ‘ધુરંધર : ધ રિવેન્જ’ નક્કી કરશે.

આ ફંક્શનમાં રણવીરે ‘ધુરંધર’ના પહેલા ભાગને મળેલા પ્રેમ બદલ દર્શકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે દર્શકોએ ફિલ્મને ઐતિહાસિક સ્થાન સુધી પહોંચાડી દીધી છે અને આ બધું તેમના પ્રેમ અને સન્માનને કારણે શક્ય બન્યું છે.

ધુરંધરના હવા હવા સૉન્ગ માટે ૪૬ લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો એના પાકિસ્તાની સિંગરનો દાવો

‘ધુરંધર : ધ રિવેન્જ’ રિલીઝ થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત એના પહેલા ભાગ ‘ધુરંધર’ની ચર્ચા થઈ રહી છે જેનું કારણ ફિલ્મનું એક ગીત અને એક પાકિસ્તાની ગાયક છે. ‘ધુરંધર’માં SP અસલમ ચૌધરીનું પાત્ર ભજવી રહેલા સંજય દત્તની એન્ટ્રી વખતે બૅકગ્રાઉન્ડમાં ‘હવા હવા’ ગીત વગાડવામાં આવ્યું હતું. હવે ૪૦ વર્ષ જૂના આ ગીતને લઈને પાકિસ્તાની ગાયક હસન જહાંગીરે મોટો દાવો કર્યો છે. હસને ખુલ્લેઆમ કહ્યું છે કે ‘ધુરંધર’ના મેકર્સે તેને ‘હવા હવા’ માટે ૫૦,૦૦૦ ડૉલર એટલે કે અંદાજે ૪૬ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ દાવા બાદ સોશ્યલ મીડિયા પર આ વાતની ચર્ચા થઈ રહી છે. જોકે આ મુદ્દે અત્યાર સુધી ફિલ્મના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

dhurandhar bollywood events aditya dhar ranveer singh sara arjun akshaye khanna arjun rampal r madhavan sanjay dutt entertainment news bollywood bollywood news