22 June, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અર્જુન, રણવીર સિંહ
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સેટ પરથી ઘણી તસવીરો સામે આવી છે. આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ઍક્શન ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ જોવા મળશે. હવે ફિલ્મને લઈને એક નવી અપડેટ સામે આવી રહી છે જે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ સંબંધી છે.
રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર’માં ૩૯ વર્ષના રણવીર સિંહ સાથે ૨૦ વર્ષની સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બાળકલાકાર તરીકે જાણીતી સારા અર્જુન આ ફિલ્મમાં રોમૅન્ટિક ભૂમિકા ભજવશે. જોકે તેની ભૂમિકા નાની હશે. રણવીર અને સારા વચ્ચે ૧૯ વર્ષનું ઉંમરનું અંતર હોવાથી આ જોડીની પડદા પર એક અનોખી કેમિસ્ટ્રી જોવા મળશે. જોકે સોશ્યલ મીડિયા પર આ આ કાસ્ટિંગ ટ્રોલ થઈ રહ્યું છે. આ ફિલ્મના મેકર્સે આ રિપોર્ટને સમર્થન આપ્યું નથી તેમ જ લીડ ઍક્ટ્રેસ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.