06 April, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડનનું ‘માતા રાની’નું પેન્ડન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
હાલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ત્રણ વર્ષના ઉજવણી કાર્યક્રમમાં રવીના ટંડને હાજરી આપી હતી. આ સમયે રવીનાએ પહેરેલા અનોખી ડિઝાઇનવાળા નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે રવીનાએ ગળામાં શાનદાર સેફાયર નેકલેસ પહેર્યો હતો જેમાં ‘માતા રાની’નું પેન્ડન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સેફાયર અને હીરાથી બનેલી આ જ્વેલરીને કારણે રવીનાનો લુક આધ્યાત્મિકતા અને ફૅશનનું અનોખું કૉમ્બિનેશન સાબિત થયો હતો. હાલમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં મૂકેલી તસવીરોમાં પણ રવીના આવી જ ડિઝાઇનના નેકલેસ સાથે જોવા મળી હતી.