18 November, 2026 01:14 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન તેના સંતાનો સાથે
દિવાળી પછી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રવીના ટંડને ગઈ કાલે સવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે તેની સાથે દીકરી રાશા અને દીકરો રણબીરવર્ધન થડાણી પણ હતાં. રવીનાએ બન્ને સંતાનો સાથે ભગવાન મહાકાલનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
આ મંદિરની મુલાકાતનો અનુભવ શૅર કરતાં રવીનાએ કહ્યું હતું કે ‘આજે મારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી દિવસ છે, કારણ કે હું મારા દીકરા અને દીકરી બન્નેને સાથે લઈને આવી છું. મારી દીકરી અગાઉ પણ મારી સાથે આવી ચૂકી છે, કારણ કે અમે તમામ ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરી લીધાં છે, પણ આજે મારો દીકરો પણ આવ્યો છે અને અમારી સાથે અન્ય સગાંસંબંધીઓ તથા મિત્રો પણ છે.’