રણવીર અને આયુષ્માન સાથે કામ કરવા માગે છે રવીના ટંડન

23 April, 2024 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંદાઝ અપના અપનાની રીમેકમાં ફરીથી તેણે મસ્તીનો આનંદ લેવો છે

રવિના ટંડનની તસવીર

‘અંદાઝ અપના અપના’ કૉમેડી ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યા હતા અને આજે પણ એ ફિલ્મ લોકોને બહુ ગમે છે. હવે એની રીમેકમાં કામ કરવાની ઇચ્છા રવીના ટંડનની છે. ૧૯૯૪માં આવેલી ‘અંદાઝ અપના અપના’માં રવીના સાથે સલમાન ખાન, આમિર ખાન, કરિશ્મા કપૂર, પરેશ રાવલ અને શક્તિ કપૂર પણ જોવા મળ્યાં હતાં. થોડા સમય પહેલાં જ આમિરે જણાવ્યું હતું કે ‘અંદાઝ અપના અપના 2’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની રીમેકને લઈને રવીના કહે છે, ‘હું ‘અંદાઝ અપના અપના’ની રીમેકમાં કામ કરવા એક્સાઇટેડ છું. આ કૉમેડીની નવા અંદાજમાં કલ્પના કરવી એ એક્સાઇટિંગ ચૅલેન્જ છે.’ આ રીમેકમાં કોણ સારી રીતે પર્ફોર્મ કરી શકે છે એ વિશે રવીના કહે છે, ‘રણવીર સિંહ કાં તો આયુષમાન ખુરાના તેમની ડાયનૅમિક એનર્જી દ્વારા સ્ટોરીમાં મૉડર્ન ટ‍્વિસ્ટ લઈને આવશે. સાથે જ ઓરિજિનલ પાત્રોને પણ તેઓ સન્માન આપી શકશે.’

ranveer singh ayushmann khurrana karishma kapoor andaz apna apna Salman Khan paresh rawal aamir khan shakti kapoor entertainment news