શબાના આઝમીને જોઈને પ્રેમથી ગળે વળગી પડી રેખા

16 January, 2026 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવંગત કૈફી આઝમીની ૧૦૭મી જન્મજયંતીના પ્રસંગે દીકરીએ કર્યું ખાસ કાર્યક્રમનું આયોજન...

શબાના આઝમીને જોઈને પ્રેમથી ગળે વળગી પડી રેખા

૧૪ જાન્યુઆરીએ બૉલીવુડના પ્રખ્યાત ગીતકાર અને શાયર તેમ જ ઍક્ટ્રેસ શબાના આઝમીના પિતા કૈફી આઝમીની ૧૦૭મી જન્મજયંતી હતી. આ અવસરે દીકરી શબાનાએ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જાવેદ અખ્તર, રેખા, વિદ્યા બાલન, દિયા મિર્ઝા અને ઊર્મિલા માતોન્ડકર જેવી અભિનેત્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઍક્ટ્રેસ રેખા પણ હાજર હતી. તે કૈફી આઝમીની દીકરી અને અભિનેત્રી શબાના આઝમીને જોતાં જ તેને પ્રેમથી ગળે વળગી પડી હતી. તેમની વચ્ચેના આ પ્રેમની બધાએ નોંધ લીધી હતી.

rekha shabana azmi bollywood buzz bollywood news bollywood events entertainment news bollywood