18 November, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઈ પલ્લવી
‘રામાયણ’માં સીતામાતાનો રોલ કરનારી સાઈ પલ્લવીએ તેની આગામી ફિલ્મ ‘ઓમ’ના પોતાના પાત્ર માટે ખૂબ મહેનત કરી છે. સાઈ પલ્લવીએ આ ફિલ્મ માટે પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો અને લાંબા વાળ પણ કપાવી નાખ્યા હતા. સાઈ પલ્લવીના આ નિર્ણયથી તેના પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ફિલ્મના લુક માટે વાળ કપાવી નાખવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ‘જો પાત્રની માગ ન હોત તો મેં ક્યારેય મારા વાળ ન કપાવ્યા હોત. મેં માત્ર મારા પાત્ર માટે વાળ કપાવ્યા છે. બાકી હું આવો નિર્ણય ક્યારેય ન લેત. વાળ કપાવ્યા બાદ મેં મારી મમ્મીને વિડિયો-કૉલ કર્યો હતો. મને જોતાં જ તેમણે કૉલ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ મેં મારા પપ્પાને કૉલ કર્યો. તેમણે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું કે પલ્લવી, આ વિગ છેને? જ્યારે મેં તેમને હકીકત જણાવી ત્યારે તેઓ મારી વાત માની ગયા હતા અને મારી મમ્મીને પણ સમજાવી હતી.’