18 November, 2026 11:41 AM IST | Greece | Gujarati Mid-day Correspondent
સૈફીનાએ માણ્યું ગ્રીસમાં ફૅમિલી વેકેશન
ફૅન્સમાં સૈફીના તરીકે ઓળખાતી કરીના કપૂર અને સૈફ અલી ખાનની જોડીએ હાલમાં પરિવાર સાથે ગ્રીસમાં રજાઓ માણી. હાલમાં સૈફે આ ટ્રિપની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સૈફે પોતાની પોસ્ટમાં પરિવાર સાથે વિતાવેલી ખાસ પળોની સાથે-સાથે તૈમુર અને જેહની ઝલક પણ દેખાડી છે. સૈફે ગ્રીસની સુંદરતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ત્યાંના નાના બીચ, સ્વચ્છ પાણી, સનસેટ અને ચાંદની રાતમાં સ્વિમિંગ કરવું તેને ખૂબ ગમે છે. તેણે આ ટ્રિપને પોતાની સૌથી મનપસંદ રજાઓમાંની એક ગણાવી હતી.