12 વર્ષ બાદ રાની અને સૈફ `બંટી ઔર બબલી 2` મચાવશે ધૂમ, ફિલ્મનું ફની ટીઝર રિલીઝ, જુઓ

22 October, 2021 04:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મનું ફની ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 નવેમ્બર 2021 ના ​​રોજ રિલીઝ થશે.

સૈફ અલી ખાન અને રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી (તસવીરઃ યોગેન શાહ)

`બંટી ઔર બબલી 2` 2005 માં આવેલી ફિલ્મ બંટી ઔર બબલીની સિક્વલ છે. અગાઉની ફિલ્મમાં જ્યાં રાની મુખર્જી અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, આ વખતે સૈફ અલી ખાન રાની સાથે જોવા મળશે. સૈફ અને રાનીએ ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં તા રા રમ પમ, હમ તુમ જેવી મહાન ફિલ્મોનો સમાવેશ થાય છે. બંને 12 વર્ષ પછી સાથે આવ્યા છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી પણ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મનું ફની ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 નવેમ્બર 2021 ના ​​રોજ રિલીઝ થશે. અહીં જુઓ રમુજી ટીઝર

ટીઝરની શરૂઆતમાં રાની મુખર્જી અને સૈફ એકા બીજા સાથે વાત કરતાં દેખાઈ છે, જે ખુબ લાંબા સમય પછી પાછા આવ્યાં છે અને એક સાથે કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.  બંને વીડિયોગ્રાફરે શોટ લેવાનું કહે છે, તેવામાં સિદ્ધાંત અને શરવરી આવે છે. સૈફ અને રાની પૂછે છે કે તને બંને કોણ છો? ત્યારે તેઓ કહે છે કે તે બન્ટી અને બબલી છે.  જેના પર રાની મુખર્જી કહે છે કે અહીં બબલી માત્ર એક જ છે અને તે હું છું, ઔર બન્ટી આ (સૈફ) છે. જ્યારે સૈફ અને રાનીને જાણ થાય છે કે આદી સરે સ્ક્રિપ્ટ ચેન્જ કરી છે તો બંને ગુસ્સે થતાં જોવા મળે છે. 

ત્યારબાદ સિદ્ધાંત કહે છે કે તે લોકો જુના થઈ ગયા હવે નવી પેઢીનો જમાનો છે, તમે અમારી સાથે ફોટો લ્યો, જેના પર અવાજ છે પૈકઅપ અને લાઈટ બંધ થઈ જાય છે.  

bollywood news entertainment news rani mukerji saif ali khan siddhant chaturvedi