18 January, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ વિરોધ પક્ષથી લઈને અમુક સેલિબ્રિટીઓએ બાંદરા હવે સેફ નથી રહ્યું એવી પ્રતિક્રિયા આપી હોવાથી બાંદરાના વિધાનસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું કે ‘બૉલીવુડવાલોં... ડરના મના હૈ, આપ કે સાથ સરકાર હૈ. રાજકારણ કરવા જેવી આ ઘટના નથી. જિતેન્દ્ર આવ્હાડ અને નાના પટોલેને હું બહુ જલદી જવાબ આપીશ.’
આશિષ શેલારે ગુરુવારે લીલાવતી હૉસ્પિટલ જઈને સૈફ અલી ખાનના ખબરઅંતર પૂછ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘બહુ જ ગંભીર ઘટના બની છે. મુંબઈમાં આ પહેલાં આવી ઘટના ક્યારેય નથી બની. આખી દુનિયામાં મુંબઈ સૌથી સુરક્ષિત છે. બાંદરા આજેય સુરક્ષિત છે અને આવતી કાલે પણ સુરક્ષિત રહેશે. અમે આ ઘટનાના મૂળ સુધી જઈશું. આવી ગંભીર ઘટના બાદ આઘાતમાંથી બહાર આવવા માટે અત્યારે ખાન પરિવારને આધાર આપવો બહુ
જરૂરી છે.’