16 August, 2026 10:13 AM IST | Uri | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાને જમ્મુ-કાશ્મીરના સૈનિકો સાથે પોતાનાં હિટ ગીતો પર કર્યો ડાન્સ
સૈફ અલી ખાન સોશ્યલ મીડિયા પર બિલકુલ ઍક્ટિવ નથી, પણ હાલમાં તેના એક ફૅન-પેજ પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરોમાં સૈફ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ઝેલમ નદી પર આવેલા કમાન અમન સેતુ પર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સૈફે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ડ્યુટી નિભાવી રહેલા સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેણે સૈનિકો સાથે પોતાના હિટ ગીતો પર ડાન્સ કર્યો હતો અને પુશઅપ્સ પણ લગાવ્યા હતા. આ ઉપરાંત તેણે સૈનિકો સાથે વાતચીત કરીને તેમની બહાદુરીની કથાઓ પણ સાંભળી હતી.