૬૦ વર્ષના સલમાન ખાનની હિરોઇન બનશે ૩૮ વર્ષની સમન્થા રુથ પ્રભુ?

10 March, 2026 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

સલમાન ખાનની હિરોઇન બનશે સમન્થા રુથ પ્રભુ?

સલમાન ખાન હવે ફિલ્મમેકર રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાના રિપોર્ટ છે. આ ફિલ્મને એક સુપરહીરો પ્રોજેક્ટ તરીકે બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે એમાં સમન્થા રુથ પ્રભુ લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે જ્યારે નયનતારા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જો આ વાત સાચી પડશે તો ૬૦ વર્ષનો સલમાન ૩૮ વર્ષની સમન્થાના હીરો તરીકે જોવા મળશે. આ ફિલ્મ એક પૅન-ઇન્ડિયા ઍક્શન એન્ટરટેઇનર હશે અને એનું કામ એપ્રિલથી શરૂ થઈ શકે છે. જોકે આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Salman Khan samantha ruth prabhu nayanthara raj and dk upcoming movie entertainment news bollywood bollywood news