સલમાન અને નયનતારાની ફિલ્મનું નામ ધ મેસેન્જર્સ છે?

08 May, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાન હાલમાં સાઉથની સુપરસ્ટાર ઍક્ટ્રેસ નયનતારા સાથે એક ઍક્શન-ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યો છે. સલમાને પોતે સોશ્યલ મીડિયા દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ ટાઇટલ વિશે કોઈ માહિતી નહોતી આપી.

સલમાન અને નયનતારાની ફિલ્મનું નામ ધ મેસેન્જર્સ છે?

સલમાન ખાન હાલમાં સાઉથની સુપરસ્ટાર ઍક્ટ્રેસ નયનતારા સાથે એક ઍક્શન-ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યો છે. સલમાને પોતે સોશ્યલ મીડિયા દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ ટાઇટલ વિશે કોઈ માહિતી નહોતી આપી. હવે ફિલ્મના ટાઇટલને લઈને નવી માહિતી આવી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મનું નામ ‘ધ મેસેન્જર્સ’ રાખવામાં આવ્યું છે. જોકે નિર્માતાઓ તરફથી હજી સુધી આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે ગયા મહિને સલમાન અને નયનતારાએ મુંબઈમાં ફિલ્મના પ્રથમ શેડ્યુલનું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે પ્રથમ શેડ્યુલ પૂર્ણ થઈ ગયું છે અને ટીમ આગામી શેડ્યુલની તૈયારીમાં લાગી ગઈ છે. હવે આગામી શેડ્યુલનું શૂટિંગ મનાલીમાં થવાનું છે અને ટીમ ટૂંક સમયમાં ત્યાં જવા તૈયાર થઈ રહી છે.

Salman Khan nayanthara bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news