સલમાન ખાન પહોંચ્યો એક્સ-ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીની બર્થ-ડે પાર્ટીમાં

12 July, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સેલિબ્રેશનમાં પહોંચેલા સલ્લુના ઊતરી ગયેલા મોઢાની બધાએ નોંધ લીધી

સંગીતા બિજલાણીની બુધવારે ૬૫મી વર્ષગાંઠ હતી એટલે રાતે પાર્ટી યોજાઈ હતી

સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીની બુધવારે ૬૫મી વર્ષગાંઠ હતી એટલે રાતે પાર્ટી યોજાઈ હતી. સલમાન બ્લૅક ટી-શર્ટ અને ડેનિમ પહેરીને સંગીતાની બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો. પાર્ટીમાં મીનાક્ષી શેષાદ્ર‌િ અને ટીવી-સ્ટાર અર્જુન બિજલાણી જેવા મિત્રોએ હાજરી આપી હતી.

સંગીતાની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપતી વખતે સલમાનના ચહેરા પર કોઈ ઉત્સાહ જોવા નહોતો મળ્યો. તેનું મોઢું સાવ પડી ગયેલું હતું. પછી પાર્ટીમાં એક નાના બાળકને જોતાં તેનો મૂડ બદલાયો હતો. તેણે બાળક સાથે વાત કરી અને ફોટો પણ પડાવ્યો હતો. 

સલમાન અને સંગીતાની રિલેશનશિપની વાત કરીએ તો ભૂતકાળમાં તેમનું પ્રેમપ્રકરણ બહુ ગાજ્યું હતું અને તેમનાં લગ્નની તૈયારી થઈ ગઈ હતી, પણ છેલ્લી ઘડીએ મૅરેજ કૅન્સલ થયાં હતાં. સંગીતાએ એ પછી ૧૯૯૬માં ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૯માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

Salman Khan bollywood news bollywood gossips bollywood entertainment news happy birthday sangeeta bijlani