તું ક્યાંનો રાજા છે?

30 May, 2026 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને પપ્પાને ગિફ્ટમાં મોંઘીદાટ ઘડિયાળ ગિફ્ટ કરી ત્યારે સલીમ ખાન ખુશ થવાને બદલે તેને વઢ્યા હતા

તું ક્યાંનો રાજા છે?

સલમાન ખાને પોતાના પપ્પા અને સ્ક્રીનરાઇટર સલીમ ખાન પ્રત્યેનો પ્રેમ અનેક વખત વ્યક્ત કર્યો છે. અનેક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના પપ્પા સાથેના ખાસ બૉન્ડ વિશે વાત કરી છે. તાજેતરમાં સલમાને ખુલાસો કર્યો કે જ્યારે તેની પાસે પૈસા નહોતા ત્યારે તેણે પપ્પા સલીમ ખાનને લાખો રૂપિયાની રૉલેક્સ ઘડિયાળ ગિફ્ટ કરી હતી અને એના માટે તેણે ઉધાર પૈસા લીધા હતા.
પોતાના જીવનની આ ઘટના વિશે જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘હું જ્યારે ઍક્ટર નહોતો અને સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે મેં મારા પપ્પા માટે રૉલેક્સની એક ઘડિયાળ ખરીદી હતી. એની કિંમત લગભગ ૯ લાખ રૂપિયા હતી, પરંતુ મારી પાસે ૪ લાખ રૂપિયા જ હતા અને બાકીના પૈસા મેં ઉધાર લીધા હતા. જ્યારે મેં આ ઘડિયાળ મારા પપ્પાને આપી ત્યારે તેમણે કહ્યું કે તેં હજી કામ કરવાનું પણ બરાબર શરૂ નથી કર્યું અને આ બધું શરૂ કરી દીધું, શું તું પોતાને કોઈ રાજા માને છે? હું તેમના માટે ઘડિયાળ લઈને આવ્યો હતો, છતાં તેઓ ખુશ નહોતા. જ્યારે મેં ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે મને એ ઘડિયાળ પાછી આપી દીધી.’

Salman Khan salim khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news