19 September, 2025 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન લદ્દાખમાં ‘બૅટલ ઑફ ગલવાન’નું શૂટિંગ કરીને હાલમાં મુંબઈ પાછો ફર્યો છે. જોકે ઍરપોર્ટ પર સલમાનના લેટેસ્ટ ક્લીન-શેવ્ડ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને ઍરપોર્ટ પરથી બહાર નીકળી રહેલા સલમાનના નવા લુકની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ સમયે સલમાને કૅઝ્યુઅલ આઉટફિટ સાથે કૅપ પહેરી હતી. જોકે તે ફોટોગ્રાફર્સ સામે પોઝ આપવા ન રોકાયો અને તરત ઍરપોર્ટ પરથી પોતાની કારમાં ચાલ્યો ગયો હતો.