Salman Khan Firing Case: ગોળીબારની જવાબદારી સ્વીકારનાર ‘બિશ્નોઈ’ FB પોસ્ટનું છે પોર્ટુગલ સાથે કનેક્શન!

16 April, 2024 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Firing Case: જે પોસ્ટમાં જવાબદારી સ્વીકારવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેનું ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ પોર્ટુગલનું હોવાનું સામે આવ્યું છે. 

સલમાન ખાનની ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર થયેલા ગોળીબાર (Salman Khan Firing Case)ની જવાબદારી સ્વીકારતી ફેસબુક પોસ્ટનાં આઈપી એડ્રેસને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. 

ફેસબુક પોસ્ટનું આઇપી એડ્રેસ છેક પોર્ટુગલનું!

તમને જણાવી દઈએ કે આ ગોળીબાર (Salman Khan Firing Case)ની જે પોસ્ટમાં જવાબદારી સ્વીકારવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેનું ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ પોર્ટુગલનું હોવાનું સામે આવ્યું છે. 

તમને જણાવી દઈએ કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે આ મુદ્દે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શૂટરોએ થોડા દિવસો પહેલા મુંબઈના ઉપનગર બાંદ્રામાં સલમાન ખાન રહે છે તે ગેલેક્સી એપાર્ટમેન્ટની આસપાસ રેકી કરી હતી. એવું પણ કહેવાય છે કે પોલીસને શંકા છે કે રવિવારે ફેસબુક પોસ્ટ અપલોડ કરવા માટે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ દ્વારા કથિત રીતે VPN (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

શું કામ હોય છે વીપીએનનું?

VPN કમ્પ્યુટર અને VPN પ્રદાતાની માલિકીના રિમોટ સર્વર વચ્ચે ડિજિટલ કનેક્શન સ્થાપિત કરે છે. વ્યક્તિગત ડેટાને એન્ક્રિપ્ટ કરે છે અને IP સરનામાં છુપાવે છે. વપરાશકર્તાને ઈન્ટરનેટ પર વેબસાઈટ બ્લોકર્સને બાયપાસ કરવાની મંજૂરી આપે છે.

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર સંદર્ભે આવી ધમકી આપવામાં આવી હતી 

જ્યારે આ ગોળીબાર (Salman Khan Firing Case) કરવામાં આવ્યો ત્યારબાદ ગોળીબારની જવાબદારી સ્વીકારતી ફેસબુક પોસ્ટ રવિવારે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ જોવા મળી હતી. જેના થોડા કલાકો પહેલા જ સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બે અજાણ્યા બાઇક સવારોએ સલમાન ખાનનાં ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. આ સંદર્ભે અધિકારીએ કણાવ્યું હતું કે,  "જ્યાં આ ગોળીબારની જવાબદારીની સ્વીકૃતિ કરવામાં આવી છે તે ફેસબુક પોસ્ટનું IP એડ્રેસ પોર્ટુગલનું હોવાનું જાણવા મળ્યું છે. અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ."

સલમાન ખાનની સુરક્ષામાં વધારો 

અધિકારીએ ઉમેર્યું હતું કે, "હવે જ્યારે પણ સલમાન ખાન ફિલ્મના શૂટિંગ (Salman Khan Firing Case) માટે બહાર જશે તે સમયે ખૂબ જ સાવચેતી રાખવામાં આવશે." તેટલું જ નહીં પણ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (SPU)નું એક વાહન સુધ્ધાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર તૈનાત કરવામાં આવશે. સાવચેતીના પગલા તરીકે એપાર્ટમેન્ટની બહાર સ્થાનિક પોલીસ પણ તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષાનાં ભરૂપે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. 

શું કહ્યું અરબાઝ ખાને?

દરમિયાન આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં સલમાન ખાનના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાને જણાવ્યું હતું કે ખાસ વ્યગ્ર કરી મૂકતી ઘટના (Salman Khan Firing Case)ને કારણે પરિવાર પર ખાસી અસર કરી છે. તેણે એ પણ શેર કર્યું કે પરિવાર આ મામલાની તપાસમાં મુંબઈ પોલીસને સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે.

bollywood buzz bollywood news bollywood entertainment news Salman Khan arbaaz khan mumbai crime news Crime News mumbai police portugal