11 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાને બનેવી અતુલ અગ્નિહોત્રીને જન્મદિવસની શુભેચ્છા આપતી એક પોસ્ટ શૅર કરી.
બુધવારે સલમાન ખાનના બનેવી અતુલ અગ્નિહોત્રીનો જન્મદિવસ હતો અને આ દિવસે સલમાને તેને જન્મદિવસની શુભેચ્છા આપતી એક પોસ્ટ શૅર કરી હતી જેનાથી લોકોને લાગે છે કે સલમાનને ૫૯ વર્ષે પણ લગ્ન કરવાની અને પિતા બનવાની ઇચ્છા છે.
સલમાને સોશ્યલ મીડિયા પર અતુલ અગ્નિહોત્રીનો એક ફોટો શૅર કર્યો હતો, જેમાં અતુલ પત્ની અલવીરાના ખભા પર માથું મૂકીને ઊંઘતો જોવા મળે છે. આ ફોટો સાથે સલમાને એક ખાસ નોંધ લખી, ‘હૅપી બર્થ-ડે અતુલ, માય BIL એટલે બ્રધર-ઇન-લૉ, મારી બહેનનું ધ્યાન રાખવા બદલ આભાર, આઇ લવ યુ મૅન. હવે શ્રેષ્ઠ પતિ અને પિતા, શું તું ફરીથી એ વ્યક્તિ બની શકે જેને હું જાણતો હતો? એક દિવસ હું પણ તારા જેવો માણસ બનીશ. વેક અપ બ્રધર.’
સલમાનની આ કમેન્ટથી સલમાનના ફૅન્સમાં એવી ચર્ચા ચાલે છે કે ‘એક દિવસ હું પણ તારા જેવો માણસ બનીશ’ એ વાક્ય લખીને સલમાન પોતાનાં લગ્નની યોજના વિશે કોઈ મોટો સંકેત આપી રહ્યો છે અને ચાહકોમાં સલમાનનાં લગ્ન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.