ફૅન્સની ભીડ વચ્ચે ફસાઈ ગયો સલમાન

02 April, 2026 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેનિસ ક્રિકેટની ટુર્નામેન્ટ પ્રેસિડન્ટ કપ 2026નું ઉદ્ઘાટન કરવા માટે પહોંચેલા ઍક્ટરને સિક્યૉરિટી ટીમે બચાવ્યો

આ ઇવેન્ટ થાણેસ્થિત દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં યોજાઈ હતી

સલમાન ખાન મંગળવારે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રેસિડન્ટ કપ 2026નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યો હતો. આ ઇવેન્ટ થાણેસ્થિત દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં યોજાઈ હતી જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. બન્નેએ સાથે મળી ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કર્યું અને ઇનામની જાહેરાત કરી, જેની સાથે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટની ઉત્સાહભરી શરૂઆત થઈ. ઓપનિંગ સેરેમની દરમ્યાન સલમાને બ્રાઉન શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેર્યું હતું. આ પછી સલમાન અને એકનાથ શિંદેએ જાહેરાત કરી કે વિજેતા ટીમને ૧ કરોડ રૂપિયા અને રનર-અપ ટીમને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ મળશે. જોકે આ સમયે સલમાનની હાજરીથી ભીડ બેકાબૂ બની અને તે ભીડમાં ફસાઈ ગયો. આ સમયે સલમાનને કાર સુધી પહોંચાડવામાં તેની સિક્યૉરિટી ટીમને ઘણી મહેનત કરવી પડી હતી. 

સલમાન ખાને ખરાબ નજરથી બચવા માટે મિડલ ફિંગરમાં પહેરી ખાસ વીંટી

થાણેની ઇવેન્ટના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આવા જ એક વિડિયોમાં સલમાન પોતાના ખિસ્સામાંથી બ્લુ રત્નવાળી વીંટી કાઢીને મિડલ ફિંગરમાં પહેરતો જોવા મળે છે. માન્યતા મુજબ આ પ્રકારની વીંટી નકારાત્મક ઊર્જા અથવા ‘ખરાબ નજર’થી બચાવવા માટે પહેરવામાં આવે છે. ઘણા લોકોએ આ વિડિયોને ઇન્ટરેસ્ટિંગ ગણાવ્યો, જ્યારે કેટલાકે તેને અંધશ્રદ્ધા સાથે જોડીને ચર્ચા કરી. જોકે સલમાનના ચાહકો તેની આ સ્ટાઇલને તેની ઓળખ અને પરંપરાનો ભાગ માને છે.

Salman Khan bollywood events thane eknath shinde entertainment news bollywood bollywood news