06 July, 2026 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (સૌજન્ય મિડડે)
બોલીવુડ અભિનેતા આમિર ખાને રવિવારે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરીને લગ્નજીવનની નવી શરૂઆત કરી છે. Aamir Khan Third Marriage લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વચ્ચે(Salman Khan on Aamir Wedding)સલમાન ખાનનું એક જૂની ક્લિપ વાઇરલ થઈ છે. આ નિવેદન ત્યારનું છે, જ્યારે આમિરે ગૌરી સ્પ્રેટ સાથેના પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. તે સમયે સલમાન ખાને મજાકમાં આમિર વિશે એવી વાત કહી હતી. હવે લોકો સલમાનની એ વાતને આમિરના ત્રીજા લગ્ન સાથે જોડીને જોઈ રહ્યા છે.
આ નિવેદન ત્યારનું છે, જ્યારે આમિરે ગૌરી સ્પ્રેટ સાથેના પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. હવે આમિરના આ લગ્ન બાદ સલમાન ખાનનું(Salman Khan on Aamir Wedding) આ જૂનું નિવેદન ફરી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદન અપાયું ત્યારે શોમાં હંમેશાની જેમ હાસ્ય અને મસ્તીનો માહોલ હતો. એ દરમિયાન હોસ્ટ કપિલ શર્માએ સલમાન ખાનને આમિર ખાનના લગ્નને લઈને મજાકમાં સવાલ પૂછ્યો હતો. કપિલે કહ્યું હતું, "આમિર સરે હમણાં જ બધાને પોતાની ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો છે. અને તમે તો તેમની કરતાં 6 મહિના નાના છો. એ તો અટકતા જ નથી, અને તમે લગ્ન જ નથી કરતા."
કપિલના આ સવાલ પર સલમાન ખાને પણ પોતાના અંદાજમાં એવો જવાબ આપ્યો કે આખો સેટ હાસ્યથી ગૂંજી ઉઠ્યો. સલમાને કહ્યું, "જુઓ યાર, આમિરની વાત જ અલગ છે. આમિર એક શાનદાર વ્યક્તિ છે. આખી દુનિયા તેમને પરફેક્શનિસ્ટ માને છે. જ્યાં સુધી તેઓ લગ્નને સંપૂર્ણ પરફેક્ટ નહીં બનાવી લે, ત્યાં સુધી લગ્ન કરતા જ રહેશે." સલમાનની આ મજાક પર તે સમયે લોકો ખૂબ હસ્યા હતા. હવે આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રવિવારે આમિરના લગ્ન મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે ખૂબ જ સાદગીથી યોજાયા હતા. લગ્ન સમારોહને સંપૂર્ણ ખાનગી રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નની વાઇરલ તસવીરમાં આમિર અને ગૌરી લગ્નના દસ્તાવેજો પર સહી કરતા જોવા મળ્યા હતા. આ ખાસ પ્રસંગે આમિર ખાનના પરિવારના લગભગ તમામ નજીકના સભ્યો હાજર રહ્યા હતા. તેમની પહેલી અને બીજી પત્નીના ત્રણેય બાળકો જુનૈદ ખાન, આયરા ખાન અને આઝાદ રાવ ખાન પણ લગ્નમાં સામેલ થયા હતા. આમિરના જમાઈ નૂપુર શિખરે અને તેમની માતા ઝીનત હુસૈન પણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકર, મુકેશ અંબાણી, અભિનેત્રી અલી અવરામ, પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને રાજકારણી રાજ ઠાકરે પણ નવદંપતીને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
આ ઉપરાંત સલમાન ખાને પોતાના લગ્ન વિશે પૂછાયેલા સવાલનો પણ મજેદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, "યાર, ઘણી વખત હું વિચારું છું કે મારા લગ્ન કરાવીને તમને શું ફાયદો થવાનો છે? શું તમને એટલો આનંદ આવે છે કે હું તમારા માટે સુહાગરાત મનાવું? તમને એટલી ખુશી થાય છે કે હું બરબાદ થઈ જાઉં?" સલમાને આગળ કહ્યું, "પહેલા પતિ-પત્ની એકબીજા માટે ઘણો ત્યાગ કરતા હતા. તેમનામાં સહનશક્તિ પણ ઘણી હતી. હવે તો રાત્રે ઊંઘતી વખતે કોઈનો પગ લાગી જાય કે કોઈ નસકોરાં બોલાવે, તો પણ લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે."