✕

ધુરંધર રણવીર સિંહ પર સલમાન ખાન ફિદા

16 October, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાને પછી શોમાં રણવીરનાં ભરપૂર વખાણ કરતાં કહ્યું હતું કે ‘‘ધુરંધર’માં રણવીરનો પર્ફોર્મન્સ ખૂબ જ શાનદાર હતો. તેની અંદર જેટલી ઊર્જા છે એ બધી તેણે ‘ધુરંધર’માં નિયંત્રણમાં રાખી હતી. ઘણા કલાકારો આવી સ્થિતિમાં અસલામતી અનુભવે છે.

રણબીર કપૂર

બૉલીવુડમાં રણવીર સિંહ અને રણબીર કપૂરની ફિલ્મોની સરખામણી લાંબા સમયથી થતી આવી છે. ‘ઍનિમલ’નાં બે વર્ષ બાદ ‘ધુરંધર’ રિલીઝ થઈ ત્યારે સોશ્યલ મીડિયા પર બન્ને સુપરસ્ટાર વચ્ચેની સરખામણીમાં ઝડપથી વધારો થયો હતો.

‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનના પ્રથમ એપિસોડમાં કરિશ્મા કપૂરે જ્યારે સલમાન ખાનને પૂછ્યું કે રણબીરની ‘ઍનિમલ’ અને રણવીરની ‘ધુરંધર’માંથી કયા અભિનેતાના પર્ફોર્મન્સે તેના પર વધુ પ્રભાવ પાડ્યો ત્યારે સલમાને બન્નેની સરખામણીને જ ખોટી ગણાવી હતી અને સાથે જ તેણે રણબીરના અભિનયનાં પણ વખાણ કર્યાં હતાં. પોતાનો મુદ્દો રજૂ કરતાં સલમાને કહ્યું હતું કે ‘બન્ને પોતપોતાની રીતે મોટા સ્ટાર છે. બન્નેએ અલગ-અલગ પ્રકારનો પર્ફોર્મન્સ આપ્યો છે. તમે તેમની સરખામણી ન કરી શકો. બન્ને ખૂબ સારા અભિનેતા છે. એકમાં શાનદાર ઊર્જા છે, જ્યારે બીજામાં ખૂબ તીવ્રતા છે. બન્નેની અભિનયશૈલી એકબીજાથી અલગ છે તેથી તેમની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી.’

સલમાને પછી શોમાં રણવીરનાં ભરપૂર વખાણ કરતાં કહ્યું હતું કે ‘‘ધુરંધર’માં રણવીરનો પર્ફોર્મન્સ ખૂબ જ શાનદાર હતો. તેની અંદર જેટલી ઊર્જા છે એ બધી તેણે ‘ધુરંધર’માં નિયંત્રણમાં રાખી હતી. ઘણા કલાકારો આવી સ્થિતિમાં અસલામતી અનુભવે છે, પણ ફિલ્મમાં રણવીર સાથે એવું નહોતું. તે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો અભિનેતા છે અને ‘ધુરંધર’માં તેની ભૂમિકામાં પણ એ વાત જોવા મળી હતી.’

ranveer singh ranbir kapoor Salman Khan bollywood gossips bollywood news bollywood entertainment news