30 August, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડનો મોસ્ટ સેક્યુલર સ્ટાર
રક્ષાબંધનના અવસરે સલમાન ખાને બહેન અલ્વિરા અગ્નિહોત્રી અને અર્પિતા ખાનના ઘરે પહોંચીને તેમની પાસેથી રાખડી બંધાવી હતી. આ દરમ્યાન સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર સામે આવી હતી, જેમાં સલમાનની કાંડા પર રાખડી બાંધેલી જોવા મળી હતી. રક્ષાબંધનના અવસરે અર્પિતાએ સોશ્યલ મીડિયા પર ભાઈ સલમાન સાથે તહેવારનું સેલિબ્રેશન કરતો વિડિયો અને તસવીરો શૅર કરી હતી. વિડિયોમાં જોવા મળે છે કે અર્પિતા પહેલાં સલમાનની આરતી ઉતારે છે અને ત્યાર બાદ તેને રાખડી બાંધે છે. આ ઉપરાંત વિડિયોમાં ખાસ વાત એ જોવા મળી હતી કે બૅકગ્રાઉન્ડમાં ઈસુ ખ્રિસ્તનું પ્રખ્યાત પેઇન્ટિંગ ‘ધ લાસ્ટ સપર’ દેખાતું હતું. હવે આ પેઇન્ટિંગ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે અને એના કારણે લોકો સલમાનનાં વખાણ કરીને તેને ‘બૉલીવુડનો મોસ્ટ સેક્યુલર સ્ટાર’ ગણાવી રહ્યા છે.