✕

ગીત તો બરાબર છે પણ ફિલ્મ ક્યારે રિલીઝ થશે? : સલમાન ખાન

22 October, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દરમ્યાન દશેરાના તહેવાર પર સલમાને સોશ્યલ મીડિયા પર ફિલ્મનું ‘જય હિન્દ’ નામનું ગીત રિલીઝ કર્યું છે. સલમાને સોશ્યલ મીડિયા પર ગીત શૅર કરતાંની સાથે જ ચાહકોએ તેની પોસ્ટના કમેન્ટ વિભાગમાં ફિલ્મની રિલીઝ-ડેટ વિશે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું.

સલમાન ખાન

સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી. જોકે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી અને હજી સુધી એ થિયેટર સુધી પહોંચી શકી નથી. ફિલ્મમાં વિલંબ થવા પાછળનાં અનેક કારણો સામે આવ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં ચીનવિરોધી વલણ હોવાને કારણે સંરક્ષણ મંત્રાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ કારણોસર ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો હોવાની ચર્ચા હતી. થોડા દિવસ પહેલાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે ફિલ્મમાં સુધારા કર્યા પછી એને માહિતી તથા પ્રસારણ મંત્રાલય તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે પણ આમ છતાં ફિલ્મની રિલીઝ-ડેટ વિશે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ દરમ્યાન દશેરાના તહેવાર પર સલમાને સોશ્યલ મીડિયા પર ફિલ્મનું ‘જય હિન્દ’ નામનું ગીત રિલીઝ કર્યું છે. સલમાને સોશ્યલ મીડિયા પર ગીત શૅર કરતાંની સાથે જ ચાહકોએ તેની પોસ્ટના કમેન્ટ વિભાગમાં ફિલ્મની રિલીઝ-ડેટ વિશે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું. અનેક ફૅન્સ જાણવા માગે છે કે ફિલ્મ આખરે થિયેટરમાં ક્યારે આવશે. કેટલાક રિપોર્ટ પ્રમાણે ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. જોકે આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Salman Khan upcoming movie social media bollywood news bollywood gossips bollywood entertainment news