10 April, 2026 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનનો નવો લુક
સલમાન ખાન બુધવારે રાત્રે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર ચશ્માંવાળા નવા સ્માર્ટ લુકમાં જોવા મળ્યો હતો. સલમાનનો આ નવો લુક તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે. આ નવા લુકમાં સલમાન બ્લૅક શર્ટ અને રિપ્ડ જીન્સમાં જોવા મળ્યો હતો. આ સમયે સલમાને શર્ટનાં બે બટન ખુલ્લાં રાખ્યાં હતાં અને ચશ્માં સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સમયે સલમાનનો મૂડ પણ બહુ સારો હતો અને ઍરપોર્ટ પર કારમાંથી ઊતરીને તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.