સલમાન ખાન નેક્સ્ટ ફિલ્મમાં હીરો અને વિલન બન્ને બનશે

22 April, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન એક લુકમાં ક્લીન શેવમાં જોવા મળશે, જ્યારે વિલન તરીકે તે સંપૂર્ણપણે અલગ અને ખતરનાક અંદાજમાં દેખાશે

સલમાન ખાનની ફાઇલ તસવીર

હાલમાં સલમાન ખાન પ્રોડ્યુસર દિલ રાજુની ફિલ્મમાં નયનતારા સાથે કામ કરી રહ્યો છે. થોડા સમય પહેલાં એવી માહિતી સામે આવી હતી કે આ ફિલ્મમાં સલમાન ખાન બે અલગ-અલગ લુકમાં દેખાશે. હવે સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મમાં સલમાન હીરો અને વિલન બન્નેનો રોલ ભજવતો જોવા મળશે અને આ રીતે ફિલ્મમાં એનો ડબલ રોલ હશે. માહિતી મુજબ સલમાન એક લુકમાં ક્લીન શેવમાં જોવા મળશે, જ્યારે વિલન તરીકે તે સંપૂર્ણપણે અલગ અને ખતરનાક અંદાજમાં દેખાશે.

Salman Khan upcoming movie nayanthara entertainment news bollywood bollywood news