13 November, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાનની ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદમાં સપડાયું છે. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ ફિલ્મના ટ્રેલરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. એક વ્યક્તિએ ટ્રેલરની એક ક્લિપ સ્લો મોશનમાં શૅર કરીને લીડ ઍક્ટર સલમાનના ચહેરાનાં લક્ષણો અને હાવભાવમાં ફેરફાર જોવા મળતો હોવાનો દાવો કર્યો હતો. આ ક્લિપ સાથે તેણે લખ્યું હતું કે ‘ફિલ્મોમાં AIથી તૈયાર કરવામાં આવેલી આવી નબળી સામગ્રીને સામાન્ય બાબત તરીકે સ્વીકારવાનું બંધ કરીએ.’
અનેક લોકોએ આવી વાતને બેદરકારીની હદ ગણાવીને નિર્માતાઓની ટીકા કરી હતી. ઘણા ફૅન્સે દાવો કર્યો છે કે ટ્રેલરનો ૮૦ ટકા હિસ્સો AIથી બનાવવામાં આવ્યો છે.