સલમાન ખાન પર ઊંમરની અસર, ઍક્શન સીન કરવામાં થાય છે મુશ્કેલી...

17 July, 2025 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાન છેલ્લા 20 વર્ષથી હિન્દી સિનેમાના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંના એક છે. `વૉન્ટેડ` અને `દબંગ` પછીથી તેણે બૉલિવૂડને અનેક મોટી ઍક્શન ફિલ્મો અને હિટ ફ્રેન્ચાઈઝી આપી છે.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

સલમાન ખાન છેલ્લા 20 વર્ષથી હિન્દી સિનેમાના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંના એક છે. `વૉન્ટેડ` અને `દબંગ` પછીથી તેણે બૉલિવૂડને અનેક મોટી ઍક્શન ફિલ્મો અને હિટ ફ્રેન્ચાઈઝી આપી છે. પણ હવે સલમાન ખાન માને છે કે, દર વર્ષે, દર મહિને, દરેક દિવસ પસાર થતાં તેને માટે ઍક્શન સીન કરવા મુશ્કેલ થતાં જાય છે.

સલમાન ખાને મુંબઈની એક ઇવેન્ટ દરમિયાન પોતાની આગામી ફિલ્મ `બેટલ ઑફ ગલવાન` વિશે જણાવ્યું. આ મચ-અવેઇટેડ વૉર ફિલ્મ 2020માં ભારત અને ચીન વચ્ચે થયેલી ગલવાન ઘાટીના સંઘર્ષ પર બૅઝ્ડ છે, જેને અપૂર્વ લાખિયા ડિરેક્ટ કરી રહ્યા છે. સલમાન ખાને ફિલ્મમાં જબરજસ્ત ઍક્શન સીન્સ કર્યા છે.

કેટલી મુશ્કેલ થઈ સલમાન ખાનની ટ્રેનિંગ?
આને યાદ કરતાં એક્ટરે કહ્યું- આ ફિલ્મ શારીરિક રીતે ખૂબ જ મુશ્કેલ છે. દર વર્ષે, દર મહિને, દરરોજ આ વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. હવે મને ટ્રેનિંગ માટે વધારે સમય આપવો પડે છે. પહેલામાં એક કે બે અઠવાડિયામાં તૈયારી કરી લેતો હતો, હવે મારે દોડવું, કિકિંગ, પંચિંગ અને બાકી બધું કરવું પડે છે. આ ફિલ્મ બધું જ ડિમાન્ડ કરે છે.

ઠંડીમાં શૂટ કરવામાં થઈ મુશ્કેલી?
સલમાન ખાને જણાવ્યું કે આ ફિલ્મ માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. પણ હવે એક્ટરની ઊંમર 59 વર્ષનો થઈ ગયો છે. એવામાં પહેલાની જેમ ઍક્શન કરવી સરળ નથી. સલમાન બોલ્યા- જ્યારે મેં ફિલ્મ સાઈન કરી, મને લાગ્યું કે આ ખૂબ જ શાનદાર છે, પણ આ ફિલ્મ કરવી અઘરી, ખૂબ જ અઘરી છે. મને લદ્દાખમાં 20 દિવસ શૂટિંગ કરવી છે અને 7-8 દિવસ ઠંડા પાણીમાં શૂટ કરવાનું છે. અમે આ જ મહિને શૂટિંગ શરૂ કરીશું.

શું બજરંગી ભાઈજાનની સિક્વલ બનશે? 
સલમાને ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) ની બીજી સીઝનના કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે એ પણ પુષ્ટિ આપી કે `બેટલ ઓફ ગલવાન` તેની અન્ય મોટી ફિલ્મોની જેમ ઈદ પર રિલીઝ થશે નહીં, પરંતુ તે આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે. `બેટલ ઓફ ગલવાન` ઉપરાંત, સલમાન ખાને એમ પણ કહ્યું કે તે `બજરંગી ભાઈજાન`ની સિક્વલ પર પણ કામ કરી રહ્યો છે. જોકે, દિગ્દર્શક કબીર ખાને ફિલ્મની સિક્વલ બનાવવાનો ઇનકાર કરી દીધો છે.

સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ હાલમાં ચર્ચામાં છે. આ એક વૉર-ડ્રામા છે અને હાલમાં જ એનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે સલમાનના ફૅન ફિલ્મની રિલીઝ-ડેટ વિશે જાણવા તત્પર છે.  સલમાનની ફિલ્મો સામાન્ય રીતે ઈદ પર રિલીઝ થાય છે, પણ ‘બૅટલ ઑફ ગલવાન’ ઈદ વખતે રિલીઝ થાય એની શક્યતા બહુ ઓછી છે.

Salman Khan dabangg wanted bajrangi bhaijaan entertainment news bollywood buzz bollywood news bollywood bollywood gossips